Top News

More Posts

   The Latest

Most Popular

સાપને (Snake) જોઈને મોટાભાગે લોકો ડરી જતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે જેને જોઈને તમે હસવા (Laughing) લાગશો! સાથે જ તમને આશ્ચર્ય (Surprise) પણ થશે. વાસ્તવમાં એક સાપને પોતાની તરફ આવતો જોઈને મહિલાએ ચપ્પલ ફેંકીને તેને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સાપ પણ ગજબ જ હતો. ચપ્પલથી (Sleeper) ડરીને ભાગવાને બદલે તે ચપ્પલ જ લઈને ભાગી ગયો હતો. સાપ ચપ્પલ મોંમાં દબાવીને ભાગ્યો હતો. આ દરમિયાન તેનું મોઢું હવામાં હતું અને મોઢામાં ચપ્પલ હતી. આ નજારો જોઈને તમામ યુઝર્સ ચોંકી ગયા હતા. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો એક IFS ઓફિસરે ટ્વિટર (Twitter) પર શેર કર્યો હતો. જેના પછી ક્લિપ વાયરલ થઈ હતી. આ વિડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

આખરે આ સાપ ચપ્પલનું શું કરશે?
આ વીડિયો IFS ઓફિસર પરવીન કાસવાને ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું – હું આશ્ચર્યચકિત છું કે આ સાપ જે ચપ્પલ લઈને ભાગ્યો છે તેનું તે શું કરશે? તેને પગ પણ નથી. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. અત્યાર સુધીમાં આ ક્લિપને 34 હજારથી વધુ વ્યૂઝ અને 1700થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો પ્રતિભાવો પણ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આ બિહારનો સાપ છે, સાહેબ! અહીંના નેતાઓ અને સાપ આવ્યા પછી ખાલી હાથે જતા નથી. પણ તેને હાથ પણ નથી. જ્યારે અન્ય લોકોએ લખ્યું – તે સ્થળે ચપ્પલ ચોરી કરવાની કોઈ પરંપરા હોઈ શકે છે.

જ્યારે સાપ મોઢામાં ચપ્પલ દબાવીને ભાગવા લાગ્યો હતો
આ ક્લિપ માત્ર 30 સેકન્ડની છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક મહિલા સાપને બૂમો પાડી રહી છે કે અહીં ન આવતો. આટલું કહી તે ચપ્પલ ફેંકીને મારે છે. આ પછી સાપ ગજબ કરે છે. તે મોંઢામાં ચપ્પલ દબાવીને ફેણ ઉપાડે છે અને ભાગી જાય છે. આ જોઈને મહિલાઓ હસવા લાગે છે અને પૂછે છે કે ચપ્પલ ક્યાં લઈ જઈ રહ્યો છે. વાસ્તવમાં આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે સાપ મોઢામાં ચપ્પલ લઈને દોડતો જોવા મળ્યો હતો. સાપ જે ઝડપથી ભાગી રહ્યો છે તે જોઈને પણ લોકોને કુતુહલ થઈ રહ્યું છે.

To Top