National

રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર અંતે ઝડપાઇ ગયો,જાણો પોલીસ શું કહી રહી છે ?

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ (Congress MP) રાહુલ ગાંધી (Rahul Ghandhi) હાલ ભારત જોડો યાત્રા ઉપર છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh) યાત્રા દરમ્યાન તેઓને ઇન્દોરમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ઇન્દોરની એક મીઠાઈની દુકાન ઉપર એક પત્ર આવ્યો હતો જેમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી.સાથે-સાથે કોંગ્રસ અઘ્યક્ષ કમલનાથને પણ જાનથી મારી નાખવાની ધમકી પત્રમાં ઉચ્ચારીને લખાવામાં આવી હતી. પત્રના અનુસંધાનમાં પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. આ ધમકી આપનાર વ્યક્તિ મધ્ય પ્રદેશના નાગદા શહેરનો વાતની હોવાનું બાહાર આવ્યું હતું અને હવે પોલીસે અંતે તેને ઝડપી લીધો છે.

પત્ર લખનારે ધમકી આપવાનું કારણ જાહેર કર્યું
પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું કે મારી આગળ પાછળ કોઈ જ નથી મારુ કોઈ પરિવાર પણ નથી. હું મારું મૃત્યુ ઈચ્છતો હતો તેથી મેં આ પગલું ભર્યું છે. 18 નવેમ્બરે સપના સંગીતા સિનેમા હોલમાં ગુજરાતી મીઠાઈની દુકાનમાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં ભાજપના ધારાસભ્યના નામ સાથે ત્રણ મોબાઈલ નંબર લખવામાં આવ્યા હતા. આ સાથે એક યુવકના આધાર કાર્ડની ફોટો કોપી પણ હતી. પોલીસે શરૂઆતમાં આ પત્ર પંજાબના કરનાલથી આવ્યો હોવાનું માનવમાં આવી રહ્યું હતું.

પોલીસ આ રીતે આરોપીઓના પગેરા પહોંચી હતી
પોલીસે મોબાઈલ નંબરના આધારે જ્ઞાનસિંહ નામના ઓટો ચાલક ભગીરથ અને મહેતાબસિંહને શંકાના દાયરામાં અટકાયત કરી હતી.તો બીજી બાજુ ધાકધમકીના આ મામલામાં દયા સિંહ ઉર્ફે પ્યારે સિંહના પિતા ભગવાન સિંહના નામની માહિતીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ગુરુવારે નાગદા પોલીસે તેની ધરપકડ કરી હતી.પોલીસે તેની કડકાઈ પૂર્વક પૂછતાછ કરતા તે અંતે તૂટી ગયો હતો ને તેનો અપરાધ પણ કાબુલી લીધો હતો.પોલીસને આરોપીના ફોટાના આધાર ઉપર સૂચના મળી હતી કે દયા સિંહ ઉર્ફે પ્યારે સિંહ નાગદા બાયપાસ હોટલ ઉપર જમી રહ્યો છે.અને આ સૂચના આધારે પીસે તેને ઝડપી પાડ્યો હતો.

જીવનથી હતાશ હતો જેથી તેને આ કૃત્ય કરવાનું નક્કી કર્યું
આરોપીને પૂછપરછ કરતા તેન પોલીસને જણાવ્યું કે તેના પરિવારમાં કોઈ નથી. યુપીમાં તેમનું ઘર પણ તોડી નાખવામાં આવ્યું હતું. જેથી તે છેલ્લા કેટલાય વખતથી હતાશામાં ગરકાવ થઇ ગયો હતો આજ નિરાશાઓ તેને અંદરોઅંદર કોરી ખાતી હતી. જેથી આવેશમાં આવીને મેં આ ધમકીભર્યો પત્ર લખ્યો હતો.જુની ઇન્દોર પોલીસ સ્ટેશનમાં આરોપી દયાસિંગ ઉર્ફે પ્યારેસિંગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી યુપીના રાયબરેલીનો રહેવાસી છે. તે કોમર્સ ગ્રેજ્યુએટ છે અને પંજાબના વિવિધ ગુરુદ્વારામાં લંગર બનાવવાનું કામ ઘણાં વર્ષોથી કરે છે.

Most Popular

To Top