Feature Stories

એથલીટની સફળતામાં પડદા પાછળનાં ખેલાડીની ભૂમિકા ભજવતી તેની ‘સપોર્ટ ટીમ’

રનિંગ કોમ્પીટીશન હોય કે પછી સાયકલિંગ તેમાં ભાગ લેનાર રનર કે સાઈકલીસ્ટ જીતે તો આપણે જીતવાનો સમગ્ર શ્રેય તેમની એફર્ટને આપી દેતા હોઈએ છીએ પણ તેમની જીતમાં મહત્વની ભૂમિકા પેસર, સપોર્ટર અને હાઇડ્રેશન પ્લાનરની પણ હોય છે જેને આપણે અજાણતામાં નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ, તેમનો રોલ ખૂબ મોટો હોય છે પણ પડદા પાછળ ઢંકાંઈ જતો હોય છે. હવે તમને થશે કે આ પેસર, હાઇડ્રેશન પ્લાનર, સપોર્ટર વળી કોણ હોય છે આ શબ્દો તો કેટલાંકે આ પહેલા કદાચ સાંભળ્યા પણ નહીં હોય તેઓ કઈ રીતે રનર ને કે અન્ય સ્પોર્ટ પર્સનને જીત અપાવવામાં હેલ્પફૂલ થાય છે ? આમની ભૂમિકા શું હોય છે આ કન્સેપ્ટ ક્યારથી છે તેને આપણે અહીં સુરતના રનર, પેસર અને હાઇડ્રેશન પ્લાનર પાસેથી જાણીએ.

રનરને એનર્જીથી ભરપૂર રાખે છે હાઇડ્રેશન પ્લાનર: હેતલ બોડાવાલા
રનિંગ ઇવેન્ટમાં છેલ્લાં 5 વર્ષથી હાઇડ્રેશન પ્લાનરની ભૂમિકા ભજવતા હેતલભાઈ બોડાવાલાએ જણાવ્યું કે કોઈપણ સપોર્ટ હોય તેમાં મેન્ટલ ચેલેનજીસ તો એક પાર્ટ હોય છે જ પણ હિડન ફેક્ટર સ્પોર્ટ્સ પર્સનના પોતાના અંદરની એનર્જી તે હોય છે. રાઈટ ટાઈમ પર એનર્જી પર્યાપ્ત નહીં હોય તો તે સ્પોર્ટ્સ પર્સન કોમ્પીટીશન માટે મેન્ટલી પ્રિપેડ નથી હોતો. તેને બોડીમાં કાંઈક ખૂટતું હોવાનું ફિલ થાય છે. એનર્જી પૂરતી હોય તો મેન્ટલ ચેલેન્જીસને ફેસ કરી શકો છો. કોઈ રનર હોય તેને કેટલું દૌડવું છે તે નક્કી હોય છે ત્યારે કેટલા મીટર પર શું જરૂર પડશે તેનું પ્લાનીંગ હાઇડ્રેશન પ્લાનર કરે છે. હાઇડ્રેશન સ્ટેશન પર બનાના, પાણી, ઓરેન્જીસ, મધ, મીઠું, લીંબુ, એનર્જી રિલોડ સપ્લાય કરીએ છીએ. રનિંગમાં સોલ્ટ લોસ થતો હોય છે એટલે રનર ને સોલ્ટ પણ અપાય છે. રનર દૌડતો હોય ત્યારે હાઇડ્રેશન પ્લાનર દૌડીને પણ આ વસ્તુ રનરને આપે છે તેમાં સાયકલીસ્ટનો સપોર્ટ પણ અમે હાઇડ્રેશન પ્લાનર લઈએ છીએ. શરૂઆતના કિલોમીટરમાં આ બધી જ વસ્તુઓની સપ્લાય નહીં હોય પણ પછીના કિલોમીટરમાં આ બધો સપ્લાય વધારે હોય છે. હાઇડ્રેશન પ્લાનર ઓર્ગેનાઇઝર તરફથી હોય છે. રનિંગના રૂટ મેપ બનાવેલા હોય તેમાં આટલા કિલોમિટરે હાઇડ્રેશન સ્ટેશનમાં આ આટલી-આટલી વસ્તુઓ ઉપલબ્ધ હશે તે મેન્શન કરાય છે. જેથી રનરને ખબર પડતી હોય છે કે તેને એનર્જી આપનારી વસ્તુઓ કેટલા કિલોમીટરે ઉપલબ્ધ થશે. આમ તો હાઇડ્રેશન પ્લાનર માટે કોઈ ટ્રેનિંગ નથી હોતી. હું છેલ્લાં 5 વર્ષથી હાઇડ્રેશન પ્લાનરની ભૂમિકા નિભાવુ છું.

રનરને ધ્યેય પૂરો કરવામાં પુશ કરે છે પેસર: મિહિર ભામરે
રનિંગ કોમ્પિટિશનમાં પેસર તરીકેની ભૂમિકા અદા કરતા સુરતના મિહિર ભામરેએ જણાવ્યું કે હું રનર પણ છું અને રનિંગ કોમ્પિટિશનમાં મારો રોલ પેસરનો રહે છે. પેસર એક પ્રકારના રનર જ હોય છે. પેસરનું પ્રાથમિક કામ અનુભવ વગરના અને ધીમી ગતિના રનરને તેમની દૌડ પુરી કરવામાં મદદ કરવાનું છે. પેસર રનરને તેમના રનિંગના ટાર્ગેટ-લક્ષ્ય પૂરું કરવામાં મદદ કરતા હોય છે. મેરાથોન દૌડમાં ભાગ લેતાં રનરને ટાર્ગેટ પૂરો કરવા માટે પુશ કરતા હોય છે. પેસર રનરની પાછળ દૌડતા હોય છે અથવા તેમની સાથે દૌડીને મેરાથોન દૌડ પુરી કરાવતા હોય છે. પેસર 2 કલાક દૌડના, સવા બે કલાકના, અઢી કલાક, પૌણા ત્રણ કલાકના અને 3 કલાકના હોય છે. પેસરને મેરાથોનના ઓર્ગેનાઇઝર સિલેક્ટ કરતા હોય છે. રનર 21 કિલોમીટર દૌડવાનો હોય તો તે કઈ રીતે દૌડશે પેસર તેનો પ્લાન ચાર્ટ કરે છે કે પહેલી 10 કિલોમીટરની દૌડ કેટલાં કલાકમાં પુરી કરવી છે તો બીજી 10 કિલોમીટરની દૌડ કેટલાં કલાકમાં પુરી કરવાની છે તેનું આયોજન કરી આપે છે. પેસરનો કોન્સેપ્ટ જ્યારથી મેરાથોન શરૂ થઈ છે ત્યારથી છે. જો પેસર નહીં હોય તો રનરે પોતાના રનિંગનું પ્લાનીંગ જાતે કરવું પડે છે. પેસર માટેની કોઈ ટ્રેનિંગ નથી હોતી પણ મેરાથોન ઇવેન્ટના અઠવાડિયા પહેલાં તે રૂટ પર પેસર પ્રેક્ટિસ કરે છે. મેં સુરતમાં બે વખત મેરાથોન ઇવેન્ટમાં પેસર તરીકેની ભૂમિકા અદા કરી છે. હું રનર તરીકે પણ દૌડું છું.

સપોર્ટર રનરના પોતાના ફ્રેન્ડસ જ હોય છે: યઝદી ડપોટાવાળા
યઝદી ડપોટાવાળા રનર છે તેમણે જણાવ્યું કે સપોર્ટરે રનરના મિત્ર જ હોય છે જેમકે કોઈ 5 ફ્રેન્ડસનું ગ્રુપ હોય તેમાં એક ફ્રેન્ડ ફાસ્ટ દૌડતો હોય તેનો બીજો ફ્રેન્ડ પહેલાં ફ્રેન્ડ કરતાં વધારે ફાસ્ટ દૌડતો હોય તો ત્રીજો ફ્રેન્ડ થોડો સ્લો દૌડતો હોય તો સ્લો દૌડનાર ને પહેલાં બે ફ્રેન્ડ્સ કહેશે કે અમે તારા સપોર્ટમાં છીએ તું અમારી સાથે દૌડ આમ પહેલાં બે ફ્રેન્ડ્સ સપોર્ટરની ભૂમિકા નિભાવે છે. જ્યારે પેસર રનરને ટાર્ગેટ અચિવ કરાવમાં મદદ કરે છે. યઝદી ડપોટાવાળાએ જણાવ્યું કે મેં પેસરની મદદ આજ સુધી નથી લીધી. 13 નવેમ્બરે ગોવામાં હાફ આયર્નમેન ઇન્ટરનેશનલ ઇવેન્ટ થઈ હતી જેમાં 1.9 કિલોમીટર દરિયામાં સ્વિમિંગ કરવાનું હતું જ્યારે 90 કિલોમીટર સાયકલિંગ અને 21.1 કિલોમીટર રનિંગ કુલ સાડા આઠ કલાકમાં પૂરું કરવાનું હતું મેં 7 કલાક 48 મિનિટમાં આ કરીને હાફ આયર્નમેન બન્યો છું.

આ રીતે છે હેલ્પફૂલ
જો કોઈ રનર જસ્ટ એન્જોયમેન્ટ માટે દોડતો હોય તો તેને પેસરની જરૂર નથી હોતી પણ જે ટાર્ગેટ લઈને દોડતો હોય તેને પેસર પોતાની સાથે દોડાવીને ટાર્ગેટ પૂરું કરાવે છે સુરતમાં ઘણી મેરાથોન ઇવેન્ટમાં પેસર જોવા મળે છે
રનર મિત્રને દોડ પુરી કરવામાં મિત્ર જ સપોર્ટર તરીકેની ભૂમિકા નિભાવતા હોય છે આ તો ખાસ તો ગ્રૂપમાં દોડતા હોય ત્યારે સપોર્ટર હેલ્પફુલ બને છે
અમુક સ્પોર્ટ્સ જેમકે રનિંગની ઇવેન્ટ વારંવાર આયોજિત થતી હોય છે આવા ખાસ્સા એક્ટિવ સ્પોર્ટ્સમાં હાઇડ્રેશન સ્ટેશનનો કન્સેપ્ટ છેલ્લાં કેટલાંક વર્ષથી વધારે એકટીવ જોવા મળે છે. અમુક કિલોમીટરના અંતરે રનરને એનર્જી આપતી વસ્તુઓ જે ઉપલબ્ધ કરાવે છે તે હાઇડ્રેશન પ્લાનર કહેવાય છે

Most Popular

To Top