Comments

છાપાં-સામાયિકો વિના આપણું શું થશે?

એક અખબારોમાં આ વર્ષમાં અગાઉ એવા હેવાલ આવ્યા હતા કે મુદ્રિત માધ્યમો એટલે કે મુખ્યત્વે અખબારોને 2021માં રૂા.16000 કરોડની જાહેરાત મળી છે. 2021માં તે રૂા.ની 2000 કરોડ હતી. આ વર્ષે તે વધીને રૂા.18000 કરોડ પર પહોંચી તેમાં અખબારોને અને સામયિકોને સમગ્ર બજારનો 20 ટકાનો હિસ્સો મળે છે. વૈશ્વિક હિસ્સો 5 ટકાનો છે. આ આપણા દેશનો હિસ્સો 20 ટકા છે કારણ કે અન્યત્ર અખબારો મરી રહ્યાં છે. સારી વાત છે, પણ હેવાલમાં એ વાત નહોતી જણાવાઇ કે 2022માં મુદ્રિત માધ્યમોને 2019માં મળેલી એટલી જ જાહેરાત મળશે. 2005માં અખબારો અને સામયિકોને કુલ 53 ટકા જાહેરાત મળી હતી. 2022માં ડિજિટલ માધ્યમોને 45 ટકા અને ટેલિવિઝનને 40 ટકા જાહેરાત મળશે અને મુદ્રિત માધ્યમો અને રેડિયો તથા આઉટડોર જાહેરાતને બાકીનો હિસ્સો મળશે, જે ખાસ વધારે નથી.

ભારતમાં આ કાંઇ નવું નથી. અમેરિકામાં મુદ્રિત માધ્યમો એટલે કે અખબારો સામયિકોને મળતી જાહેરાતો ઘટીને અડધી થઇ ગઇ છે. ભારત કરતાં તે બજાર મોટું છે પણ તેમ છતાં કુલ જાહેરાત 20 અબજ ડોલર (અંદાજે રૂા. 160000 કરોડો)થી દર વર્ષે ઘટતી જઇ અડધો અડધની સપાટીએ આવી છે. ન્યૂઝ પ્રિન્ટ અને અન્ય અખબારી કાગળોની કિંમત વધી છે. આ વાત મહત્ત્વની છે. કારણ કે અખબારની કિંમતનું આ સૌથી મોટું ઘટક છે. ખાસ કરીને ભારતમાં જયાં વાચક અખબારની 20 ટકા જ કિંમત ચૂકવે છે અને 80 ટકા કિંમત જાહેરાત દાતાઓ આપે છે.

હવે શું કરવું અને કેવી રીતે? સૌથી સરળ રસ્તો એ છે કે જો ભારતનું અર્થતંત્ર આવતાં થોડાં વર્ષમાં જોરદાર રીતે વિકસે તો અખબારો અને સામયિકોને પણ સારી કમાણી થાય. કારણ કે ઉપભોકતા જણસો અને સેવાઓ વેચતાં લોકો પોતાની જાહેરાત આ માધ્યમથી કરવા માંગે છે. જો આવું જ હોય તો બુધ્ધિ નબળી છે તો આ પૈસા મુદ્રિત માધ્યમોને નહીં મળે. લાંબા સમયથી જે ઘટાડો તેમાં દેખાય છે તે ચાલુ રહેશે. આ ચિંતાનો વિષય છે. જેમને ખબર છે કે પત્રકારત્વ શું છે તેમને ખબર છે કે મોટા રીપોર્ટરોનો મોટો હિસ્સો અખબારો અને સામયિકોમાં છે. મેં છેલ્લે નોકરી કરી તે ગુજરાતી અખબારમાં 300 રીપોર્ટરો છે.

આ તમામ રીપોર્ટરો રાજયમાં અને તેનાં શહેરોમાં કોર્પોરેશન, શિક્ષણ વગેરે ક્ષેત્રોના હેવાલ લેવાના કામમાં પ્રવૃત્ત હતા. ટેલિવિઝન ચેનલોમાં સંખ્યાબધ્ધ રીપોર્ટરોની જરૂર નથી કે અખબારો, સામયિકો હેવાલ આપે તે રીતે હેવાલ આપવાના નથી. ટી.વી. ચેનલો ચર્ચા કરે છે અને તેમાં બહારના નિષ્ણાતો અને રાજકીય નેતાઓ સહિતનાનો આવે છે. તમારા ગામની પંચાયત, પાલિકા કે શહેરની મહાનગરપાલિકામાં શું બને છે, કોર્ટમાં શું બને છે, શાળાઓમાં શું બને છે તે જાણવા તમારે અખબાર વાંચવાં જ રહ્યાં.

એ સાચું છે કે કેટલીક સરસ વેબસાઇટો બની છે, જે પત્રકારત્વનું કામ અભૂતપૂર્વ રીતે કરે છે. આમ છતાં તેની રચના અખબાર જેવી નથી કે તેઓ પાસે મોટી સંખ્યામાં રીપોર્ટરો નથી. પત્રકારોની ભારતમાં વસ્તી ગણતરી કરો તો તેમાંના મોટા ભાગનાં અખબારો, સામયિકોમાં જ કામ કરતાં હશે અને તેમાંય મોટે ભાગે રીપોર્ટરો જ હશે. હવે વિચારો કે જાહેરાતની સાથે પ્રસાર માધ્યમોમાં રોજગારી પણ ઘટી રહી છે.

ભારતીય અર્થતંત્રના નિયંત્રણમાં કેન્દ્રનો એક હેવાલ એવું જણાવે છે કે ભારતમાં પ્રસાર માધ્યમો અને પ્રકાશન ક્ષેત્રમાં રોકાયેલાં કુલ લોકોની સંખ્યા 2016માં 10 લાખથી થોડી વધુ હતી. 2021માં આ સંખ્યા 2.3 લાખની હતી. ઉત્પાદન ક્ષેત્રની નોકરીઓ પણ આ સમયગાળામાં અડધોઅડધ ઘટી ગઇ હતી. પ્રસાર માધ્યમોમાં કામ કરતાં લોકોએ જોયું હશે કે તેમના સાથીદારો જતા રહે છે અને પ્રકાશનો બંધ થાય છે. વધુ મોટો પ્રશ્ન તો એ છે કે આ ઘટાડાનો આપણી લોકશાહી માટે શું અર્થ? છાપાંઓ-સામયિકોમાં આવતા હેવાલો સરકાર વિશેની હકીકતો જાણવાનું સૌથી મોટું સાધન છે.

અન્ય માધ્યમો ચાહે તો પણ તેનું સ્થાન નહીં લઇ શકે. ટી.વી. અને વધતું જતું ડિજિટલ માધ્યમ છાપાં-સામયિકનું સ્થાન નહીં લઇ શકે. અખબારો જાહેર ભલાઇ છે જે સમાજને સેવા આપે છે. સરકાર અને રાજયની સંસ્થાઓની પાયાની માહિતી અદૃશ્ય થવાની હદે ઘટે ત્યારે લોકશાહીનું શું થશે? લોકોને સરકારી કચેરીઓ, શાળાઓ, હોસ્પિટલમાં અને પોલીસ સ્ટેશનોમાં શું ચાલી રહ્યું છે તે જ ખબર નહીં પડે તો તેઓ રાજય પાસે કઇ રીતે જવાબ માંગશે? બીજાં માધ્યમો સામે છાપાં-સામયિકોનું માધ્યમ અદૃશ્ય થાય છે ત્યારે આપણે આ સવાલો વિચારવા જોઇએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top