National

બાબા કાશી વિશ્વનાથ ધામને એટલું બધું દાન મળ્યું કે બધા રેકોર્ડ તૂટી ગયા

વારાણસી: મંદિરોમાં દાન કરવામાં ભક્તો ક્યારેય પાછળ રહેતાં નથી. અત્યાર સુધી દક્ષિણ ભારતનું તિરૂપતિ મંદિર દાન મેળવવામાં ટોચ પર રહ્યું છે, પરંતુ હવે દેશના અન્ય મંદિરોને પણ મોટા પ્રમાણમાં દાન મળવા લાગ્યું છે. 12 જ્યોર્તિલિંગોમાં મુખ્ય એવા બાબા કાશી વિશ્વનાથ ધામમાં (Baba Kashi Vishwanath Dham) દાનના (Donation) તમામ રેકોર્ડ (Record) તુટી ગયા છે. નાણાંકીય વર્ષ પૂરું થવા આડે હજુ ચાર મહિનાથી વધુ સમય બાકી છે ત્યારે કાશી વિશ્વનાથ ધામમાં અત્યાર સુધીનું સૌથી વધુ દાન મળ્યું છે.

મંદિરને ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં 28.37 કરોડનું દાન મળ્યું છે. સુખદ આશ્ચર્યની વાત એ છે કે દાન વધવા પાછળ ડિજીટલ ઈન્ડિયા (Digital India) જવાબદાર છે. હવે ભક્તો (Devotees) ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દાન આપતા થયા હોવાથી કાશી વિશ્વનાથમાં દાન વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક સરવે અનુસાર કાશી વિશ્વનાથ ધામમાં ચાલુ વર્ષે જે 28.37 કરોડનું દાન આવ્યું છે તે પૈકી 40 ટકા દાન ઓનલાઈન આવ્યું છે. એનો અર્થ એવો થયો કે ભક્તો મંદિરમાં બાબાના દર્શન કર્યા વિના ઘરે બેઠાં બેઠાં જ દાન આપી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ કોરોના પહેલાં કાશી વિશ્વનાથ ધામ મંદિરને 2018-19માં સૌથી વધુ 26.65 કરોડનું દાન મળ્યું હતું. કાશી કોરિડોર બન્યા બાદ ભક્તોની સંખ્યામાં વધારો થયો છે, તેથી દાનની રકમ પણ વધી હોવાનું બીજું એક કારણ છે. કાશી વિશ્વનાથ ધામમાં દેવ દિવાળી અને શ્રાવણ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યામાં બેથી ત્રણ ગણો વધારો થયો હતો.

કોરિડોરના ઉદ્દઘાટન પછી ભક્તોની સંખ્યા વધી
ગઈ તા. 13 ડિસેમ્બર 2021ના રોજ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદથી આ પવિત્ર યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. અહીં સુવિધાઓ વધતા ભક્તોની સંખ્યા વધી છે. તેના લીધે દાનની રકમ પણ વધી છે. ભક્તોને સુવિધા મળતી હોવાથી તેઓ દાન કરવામાં ખચકાતા નથી. આ સાથે જ મંદિર ટ્રસ્ટનો ખર્ચો અને જવાબદારી પણ વધી ગયા છે.

ભક્તો ઓનલાઈન દાન કરવા માંડ્યા
ભક્તોની સંખ્યામાં વધારો થતાં માત્ર દાન જ નહીં પરંતુ પૂજાની પ્રવૃત્તિઓ પણ વધી છે. ડોનેશનના ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ બનાવીને ડોનેશન લેવામાં આવી રહ્યું છે. ઓનલાઈન ટિકિટિંગ અને પૂજા વ્યવસ્થા ભક્તો માટે ઓનલાઈન ટિકિટ અને પૂજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં હુંડીનું દાન વધ્યું છે એટલું જ નહીં, અન્ય માધ્યમથી પણ દાન વધ્યું છે. પ્રવાસન ઉદ્યોગમાં તેજી હવે વીકએન્ડમાં પણ વધુ ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. કાશી વિશ્વનાથ કોરિડોરના કારણે પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી છે. આનાથી માત્ર ધાર્મિક પ્રવાસન જ નહીં પરંતુ કોર્પોરેટ ટુરીઝમમાં પણ વધારો થયો છે.

Most Popular

To Top