Charchapatra

સત્તાનો ભયંકર દુરુપયોગ

તા. 16.11.22ના ‘ગુજરાતમિત્ર’માં એક ભારે દુ:ખજનક સમાચાર વાંચ્યા અને તે એ કે પ્રધાનમંત્રી મોદીને કાળા વાવટા બતાવવા બદલ સુરતના પોલીસ કમિશ્નરે અસામાજિકોને ડામવાના કાયદા ‘‘પાસા’’ હેઠળ કેદમાં નાંખી દીધા. કોંગ્રેસી નેતા નમાલા નીકળ્યા. આ પ્રશ્ન દેશવ્યાપી બનાવી દેવો જોઈતો હતો. (2) પોલીસ કમિશ્નર અને ડી.જી.પી. એ એક વાત સમજવી જોઈએ કે ‘‘પાસા’’નો કાયદો અસામાજિક પ્રવૃત્તિઓ દાદાગીરી, ગુંડાગીરીને ડામવા લવાયો હતો અને તેનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિ દાદાગીરી, ગુંડાગીરી કરનારાઓ પર જ થવો જોઈએ. રાજકીય પ્રવૃત્તિ કે જનતાના હકો માટેની લડત ચલાવનારાઓ પર નહીં, વ્યાજખોરો પૈકી કેટલાને પાસામાં ફીટ કર્યા છે ?

(3) પો.કમિ. એ તો ભૂલ કરી, પરંતુ ડીજીપી અને ગૃહસચિવ તેમજ મુખ્ય સચિવે કેમ આ કેસમાં દરમિયાનગીરી ન કરી ? એમ કરવા માટે તો તેમને આટલા ઊંચા હોદ્દા આપવામાં આવ્યા છે. ત્રણેય અમલદારો આ કેસમાં નિષ્ફળ ગયા છે. પ્રધાનમંત્રીને કાળાવાવટા બતાવવા એને ગુંડાગીરી સમજો છો? જનતાને જ્યારે સત્તાધીશોના મનમાન્યા અને બિનલોકશાહી કામો સામે વિરોધ કરવો એ તો જગત આખામાં જનતાનો હક ગણાય છે. માત્ર કાળાવાવટા શું, આજ નરેન્દ્ર મોદી વડા પ્રધાન મનમોહન સિંઘ સામે કેટલી ખરાબ કોમેન્ટ કરતા હતા તે બધું ભૂલી ગયા છો ?

(4) નાગપુરમાં નહેરૂના સરઘસ દરમિયાન એક રીક્ષાવાળો ખુલ્લા ચપ્પુ સાથે નહેરૂ સામે ધસી ગયેલો, સિક્યુરીટી કાંઈ કરે તે પહેલાં નહેરૂએ તેને પકડી લીધો. છેલ્લે પોલીસને સૂચના કરી પેલા સામે કોઈ પગલાં ભરવાં નહીં. બીજો પણ કિસ્સો છે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ ભરૂચ આવેલા. થોડાંક વિપક્ષી કાર્યકરોએ લાલ બજારની ગેટ સામે જ એકાએક દોરડું આડું નાંખી તેમની કાર અટકાવી દીધી. પોલીસે લાઠીચાર્જ કરી બધાને વિખેરી નાંખ્યા. રસાલો આગળ ચાલ્યો. હવે દેખાવકારો ગભરાયા. બાબુભાઈની મિટીંગ હતી ત્યાં ગયા રજૂઆત કરી, બાબુભાઈ પોલીસ અધિકારીને પાસે બોલાવ્યો અને સૂચના કરી ‘‘આ લોકો સામે કોઈ પગલાં લેતાં નહીં. આવું તો લોકશાહીમાં બધું ચાલ્યા કરે. મોદીમાં આવી લોકશાહી ભાવના નથી. તેને લોકશાહીનો લાભ લઈ પ્ર.મંત્રી બની જવું હતું પરંતુ નહેરૂ અને બાબુભાઈ પટેલના લેવલે પહોંચવું ન હતું.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top