Dakshin Gujarat

એકતરફી પ્રેમમાં પાગલ યુવક પરિવારના સભ્યો પર હુમલો કરી પિતરાઈ બહેનને ભગાડી ગયો

પારડી : પારડીના (Pardi) પરીયા ગામમાં એકતરફી પ્રેમમાં (Love) પાગલ બનેલા યુવકે પિતરાઈ બહેનને ફિલ્મીઢબે ભગાડી ગયો હતો. યુવતી તેમજ તેની માતા (Mother) પર હુમલો કરતા તેને બચાવવા પડેલા પરિવારના (Family) સભ્યોને ગંભીર ઇજા કરીને યુવક સગીરાને તેના મિત્ર (Friend) સાથે આવીને ભગાડી ગયો હતો. પિતરાઈ બહેન સાથે લગ્ન નહીં થઇ શકે તેવું એક વર્ષથી પરિવારે આ યુવકને સમજાવ્યું હોવા છતાં મારી નાંખવાની ધમકી આપી યુવક તેની પિતરાઈ બહેનને ભગાડી ગયો હતો. યુવકે માતાને બેઝબોલ બેટથી માર મારી માતા સામે જ તેની પુત્રીને ભગાવી લઇ ફરાર થઇ ગયો હતો. માતા-પુત્રીને માર મારતા દિયર બચાવવા જતા તેને પણ બેઝબોલ બેટ વડે માથામાં ફટકો મારી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં (Hospital) બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પારડી પોલીસ, એલસીબી, વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી છે. પરીયા ગામે રહેતી ૧૭ વર્ષની પિતરાઈ બહેનને સુનિલ જયેશ પટેલ શુક્રવારે તેના મિત્ર સાથે આવી બળજબરી પૂર્વક ભગાડી લઇ ગયો હતો. શુક્રવારે સવારે ગામમાં માથાભારે છાપ ધરાવતો સુનિલ પટેલ તેના મિત્ર સાથે યુવતીના ઘરે આવી બેઝબોલ બેટ અને કુહાડી વડે માથામાં હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા દિયરને માથામાં બેઝબોલ બેટનો ફટકો મારતા બન્ને લોહીલુહાણ થયેલ હાલત 108 એમ્બ્યુલન્સ દ્વારા મોહનદયાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સુનિલ હાથમાં કુહાડી લઇ ધમકાવીને પુત્રીને લઈને ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top