Charchapatra

વાલિયામાંથી વાલ્મિકી નથી બની શકતાં

વાલિયો વાલ્મિકી બન્યો. વાલ્મિકી રામાયણની રચના કરી.આ ઉદાહરણ સમાજમાં વારંવાર આપવામાં આવે છે. પણ બધા વાલિયા વાલ્મિકી બની શકતા નથી, એ પણ એટલું જ સત્ય છે. મનુષ્ય સામાન્ય રીતે પોતાના ગુણ પ્રમાણે ચોક્કસ ગ્રુપમાં જોડાવાની પ્રક્રિયાનો હિસ્સો બનતો જોવા મળે છે. માણસ સદ્ગુણો અને દુર્ગુણો ધરાવતો હોય છે.બેમાંથી કોઈ એક તરફ તેનો ઝોક વધુ જોવા મળે છે.જે માણસ જેવા ગુણો ધરાવતો હોય તેવા જ ગુણ ધરાવતાં લોકોના જૂથમાં ઝડપથી જોડાઈ જાય છે. જૂઠું બોલનાર, કામચોરી કરનાર, ચોરી-લૂંટનો ધંધો કરનાર, વ્યસની કે ભ્રષ્ટ આચરણ કરનાર વ્યક્તિ, પોતાના જેવા જ ગુણ ધરાવતી વ્યક્તિઓ તરફ આકર્ષાય છે. તેમનો સંગ તે ઝડપથી કરી લે છે.

લોહચુંબક જેમ લોખંડને પોતાના તરફ આકર્ષે છે, તેમ અધમ માણસને કુસંગી માણસો તરફ આકર્ષણ રહે છે. સારાનરસાનો વિચાર કર્યા વિના તે તેમની સંગતમાં હિસ્સેદાર બને છે. એનાથી ઉલટું સારા વિચારો અને આચરણ ધરાવતો માણસ નિર્ભયતાથી સારા આચાર વિચાર ધરાવનાર માણસોના સંસર્ગમાં રહી ઉચ્ચતા પ્રાપ્ત કરવા પ્રેરિત થતો હોય છે. આવા સદ્ગુણીજનો અધમ કર્મો કરનારથી દૂર રહે છે. તે ક્ષણિક આનંદ કે સુખ આપનાર ચીજો કે વ્યક્તિઓથી અભડાતા નથી.તેઓ જયાં પણ જાય છે ત્યાં પુષ્પોની માફક ફોરમ ફેલાવતાં રહે છે.સારપની છાપ છોડતાં જાય છે.સારી સંગતની અસર કયારેક એક જ ઝાટકે લાગી જાય છે તો કયારેક આખી જિંદગી પણ ઓછી પડે છે.
સુરત     – અરુણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઝીરો દબાણની સફળતા
સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા  ઝીરો દબાણને કારણે રાંદેર, અડાજણ, ભૂલકાંભવન શાકમાર્કેટ તથા રોડસ અને ફૂટપાટ પર બેસતા ફેરિયા અને લારીવાળાઓ દ્વારા ગેરકાયદે રસ્તા રોકાણો દૂર થતાં પ્રજાજનો તથા ટ્રાફિકને ઘણી રાહત મળી છે. પરંતુ નાના નાના ફેરિયાઓ તથા લારી ગલ્લાવાળાઓની રોજીરોટી જળવાય  તે માટે એસએમસી દ્વારા સેડવાળા નાની માર્કેટ જગ્યા નક્કી કરે તો ત્યાં જઇ પ્રજાજનો ખરીદી કરી શકે.

બીજું સુરતને હજુ વધુ સ્માર્ટ ડ્રીમ સીટી બનાવવા રસ્તાઓ, શાકમાર્કેટ, ફાસ્ટફુડ સ્ટોલ નજીક પ્લાસ્ટીક વિ. કચરો એકઠો કરવા મોટા મોટા ડસ્ટબીન મૂકો. તો સ્વચ્છતા જળવાય  એવી વ્યવસ્થા કરવી જોઇએ. ત્રીજું આ અભિયાનમાં લોકોનો પણ પૂરેપૂરો સાથ સહકાર ચોક્કસ મળે તો સુરતને સ્વચ્છતામાં પહેલો ક્રમ પ્રાપ્ત કરવા કોઇ રોકી ન શકે.
સુરત     – દીપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top