SURAT

પાંડેસરામાં રાહદારીને આંતરી માર મરાયા બાદ લૂંટ ચલાવાઇ, ઇજાગ્રસ્તને સિવિલ ખસેડાયો

સુરત: શહેરના (Surat) ચીકુવાડી વિસ્તારમાંથી એક લૂંટનો (Robbery) બનાવ સામે આવ્યો છે. ગઇકાલે બુધવારે જ્યારે મૂળ રાજસ્થાનનો (Rajasthan) વતની અને સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતો શ્રમજીવી કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે આ લૂંટ ચલાવાયી હતી. તેમજ લૂંટારૂઓ ગુજરાતી હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા ચીકુવાડી નજીક રાહદારીને અસામાજીક તત્વોએ ફટકાર્યો હયો. તેમજ તેઓ 1100ની રોકડ લૂંટી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સાથે જ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત શ્રમજીવીએ જણાવ્યું હતું કે લૂંટારુઓ ગુજરાતી હોવાની તેને આશંકા છે. જ્યારે પીડિત પ્રકાશ કામ પરથી ઘરેે જઇ રહ્યો હતો. ત્યારે બાઇક સવાર લૂંટારુઓએ રસ્તામાં તેને આંતરી લૂંટ લચાવી હતી. સિવિલમાં સારવાર દરમિયાન શ્રમજીવીએ આ માહિતી આપી હતી.

સમગ્ર મામલે 35 વાર્ષીય ઇજાગ્રસ્ત પ્રકાશ રામકરણ ઠાકુરએ જણાવ્યું હતું કે તે કડીયા મજૂર છે. તેમજ સુરતના પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહે છે. તેમજ તે મૂળ રાજસ્થાનનો વતની છે. બુધવારની રાત્રે જ્યારે તે કામ પરથી ઘરે જઇ રહ્યો હતો. ત્યારે કેટલાક અજાણ્યા ઈસમોએ તેને ચીકુવાડી નજીક આંતરી લીધો હતો અને જાહેરમાં ફટકાર્યો હતો. ત્યારબાદ ખિસ્સામાંથી 1100 રોકડ કાઢી લીધા હતા. એટલું જ નહીં પણ બાઇક પર ભાગતા ભાગતા તેને છાતીમાં ઢીક મારતા ગયા હતા.

વધુમાં પીડિતે જણાવ્યું હતું કે મધરાત્રે બનેલી ઘટના બાદ તે ઘરે જતો રહ્યો હતો. જોકે સવાર પડતા જ તેને દુ:ખાવો ઉપડતા તેણે પાડોશીઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ પાડોશીઓની સલાહ બાદ તે સારવાર માટે સિવિલ આવ્યો હતો. વધુમાં તેણે કહ્યું કે ‘સાહેબ પરિવાર વતનમાં રહે છે. સુરતમાં હું મજૂરી કરી રોટલા રળું છું અને વતનમાં પરિવારને મદદ કરું છું. લૂંટારુઓએ લૂંટેલા 1100 રૂપિયા મારી આખા દિવસની મહેનતના હતા. જે આ લૂંટઅરુઓ પકડાય તો તેમને છોડતા નહિ. બસ મને ન્યાય અપાવજો.’

Most Popular

To Top