Vadodara

દશેરા પર્વે ગલગોટાના ફૂલોના ભાવોમાં ઘટાડો નોંધાયો

વડોદરા : દશેરા પર્વને લઈને થોડા દિવસો પૂર્વે ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જોકે બુધવારે સવાર બાદ એકાએક ભાવમાં ઘટાડો નોંધાયો હતો જેના કારણે નગરજનોએ રાહત અનુભવી હતી. તહેવારો નજીક આવતા જ વિવિધ ચીજ વસ્તુઓ માં ભાવ વધારો નોંધાતો હોય છે.જેના કારણે છાસવારે લોકોને હાલકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલમાં દશેરાના તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં ફૂલ બજારમાં ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા હતા. ગુલાબ 300 રૂપિયા સુધી અને ગલગોટાના ફૂલોમાં 200થી અઢીસો સુધીનો ભાવ વધારો જોવા મળ્યો હતો.

ત્યારે બુધવારે દશેરા પર્વ નિમિત્તે વહેલી સવારે ફૂલોના ભાવ રૂ.100 ની આસપાસ હતા.જે બપોર બાદ એકાએક ગગડીને 30 થી 40 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.જો કે તાજેતરમાં વરસેલા વરસાદને કારણે જિલ્લા બહારથી આવતા ફૂલોને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો હતો.પરંતુ હાલ લોકલ લેવલે માલ આવતા ફૂલોના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો.વેપારીઓએ જણાવ્યું હતું કે દશેરાના દિવસે ધંધો ખૂબ જ સારો થયો હતો.સવારે માલ મોંઘો હતો.પરંતુ બપોર સુધીમાં માલ સસ્તો થયો હતો. સો રૂપિયાની આસપાસ ગોટા ના ફૂલ હતા તેના ભાવ ગગડીને સીધા 30થી 40 રૂપિયા સુધી આવી ગયા હતા. ફૂલોનો માલ મધ્ય પ્રદેશ નાસિક પુના ખાતેથી માલ આવે છે.

Most Popular

To Top