Vadodara

હે ભગવાન…મારા ભાઈની રક્ષા કરજે

વડોદરા: વડોદરા શહેરમાં ભાઇ-બહેનના પવિત્ર તહેવારનો પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે શહેરીજનોએ ઉજવણી કરી હતી. જયારે વડોદરાની મધ્યસ્થન જેલમાં વિવિધ ગુનામાં સજા ભોગવી રહેલા ભાઇઓને જેલમાં જઇ રાખડી બાંધી હતી અને ભાઈ જેલમાંથી વહેલી તકે મુક્ત થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ જનોઇ બદલીને બળેવની ઉજવણી કરી હતી. જયારે સ્કુલની વિદ્યાર્થીની દ્વારા ઈ.એમ.ઈ.ના જવાનને કલાઈ પર રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જયારે શહેરમાં ઠેર ઠેર બહેનને ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહ અને ઉમગ સાથે કરી હતી.

રક્ષાબંધન એટલે પરિવારમાં બહેને ભાઇના હાથમાં રાખડી બાંધતી હોય છે. આ ઉત્સવપ્રિય વડોદરાના નગરજનોએ શ્રાવણી પૂનમના પાવન દિવસે દરેક ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. સવારથી પરિવારમાં બહેને ભાઇની કલાઇ ઉપર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તો કેટલાક પરિવારમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અથવા બીજા શહેરો, ગામમાં રહેતી બહેનો પોતાના ભાઈના ઘરે પહોંચી ભાઇને રાખડી બાંધી હતી. બહેને આજના પાવન પર્વે ભાઈની રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. વડોદરા શહેરમાં સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષો દ્વારા પણ રક્ષાબંધન પર્વની ઉત્સાહ અને ઉમગ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરાની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન માટે એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં સજા કાપી રહેલા કેદીઓને પોતાની બહેન આવીને રાખડી બાંધે તે માટે એક વિશેષ પ્રકારનું આયોજન મધ્યસ્થ જેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી બહેનો જેલમાં સજા ભોગવતા ભાઇઓને રાખડી બાંધવા માટે જેલમાં આવી પહોંચી હતી. અને જેલ સત્તાવાળાઓ દ્વારા આયોજીત કાર્યક્રમ પ્રમાણે ભાઇને રાખડી બાંધી હતી. લાંબા સમય બાદ આજના પાવન પર્વે ભાઇ-બહેન ભેગા થતાં અને બહેને ભાઇના હાથમાં રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. બહેનોએ પોતાના ભાઇઓ વહેલીતકે જેલની બહાર આવી આવતા વર્ષે ઘરમાં જ રક્ષાબંધન મનાવીએ તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. જેલમાં સજા ભોગવતા કેદીભાઇઓએ જેલમાં કામ કરીને બચાવેલી રકમમાંથી બહેનને ભેટ પણ આપવામાં આવી હતી.

ભૂદેવોએ જનોઈ બદલીને બળેવની ઉજવણી કરી હતી. શ્રાવણી પૂનમના પાવન દિવસે આવતી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભૂદેવો માટે વિશેષ હોય છે. શ્રાવણી પૂનમના દિવસે ભૂદેવો દ્વારા જનોઇ બદલવામાં આવે છે અને બળેવ મનાવે છે. આજે વડોદરા શહેરના વાઘોડિયા રોડ રંગવાટીકામાં જનોઇ બદલવાનું આયોજન બ્રાહ્ણણો દ્વારા કરવામાં આવ્યું હતું. હરણી ખાતે 200 જેટલા ભૂદેવોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે જનોઇ બદલીને બળેવની ઉજવણી કરી હતી.

આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રાહ્ણણો દૂર સમુહ જનોઇ બદલવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉત્સાહભેર બળેવની ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઇ.એમ.ઇ.ના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની અક્ષર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા વડોદરા શહેરના ઇ.એમ.ઇ.માં ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી હતી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

જે.એમ. પંડ્યા સંસ્કારધામ ખાતે બે વર્ષ બાદ યોજાયો સમૂહ જનોઈનો કાર્યક્રમ
બળેવ (શ્રાવણી પૂનમ)ના રોજ બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનું વિશેષ મહત્વ હોય છે. શહેરના હરણી વિસ્તારમાં એરપોર્ટ રોડ સ્થિત જે.એમ. પંડ્યા સંસ્કારધામ ખાતે પ્રતિ વર્ષ સમૂહ જનોઈ બદલવાના કાર્યક્રમનું આયોજન છેલ્લા ૨૫ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળના કારણે બે વર્ષ પછી આજે અહીં સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ ધાર્મિક વિધિથી યોજવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી જનોઈ બદલવાની વિધિવત પ્રક્રિયા કરાવવામાં આવી હતી. આશરે ૩૦૦ જેટલા બ્રાહ્મણો જનોઈ બદલવાની વિધિમાં ઉત્સાહભેર જોડાયા હતા. હાજર આચાર્ય દ્વારા જનોઈનું મહત્વ તેમજ પ્રતિ વર્ષ બદલવામાં આવતી જનોઈની પ્રથા અને તેનું પૌરાણિક મહત્વ તેમજ પ્રત્યેક મંત્રોચાર બાદ મંત્રની સમજ આપવામાં આવતી હતી. આ પ્રસંગે દાતા દ્વારા સમૂહ જનોઈમાં જોડાયેલા ભૂદેવને દક્ષિણા પણ પ્રદાન કરાઈ હતી. સૌ બ્રાહ્મણોએ ધન્યતા અનુભવી હતી અને બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top