Charchapatra

હવે શું રહી ગયું બાકી કહો મંજુર છે

નકલી શબ્દ કોઇપણ શબ્દની પાછળ લગાડો જવાબ સાચો જ પડશે. ચોરી લૂંટ આપઘાત તો સામાન્ય થઇ ગયા છે. પરંતુ હવે નાની બાળકીઓ કે જે ઝૂંપડામાં સુતેલી માતા પાસેથી ઉંચકી પીંખી નાંખી અને મારી નાખવી, દુકાને પોતાને ખાવાની ચીજ લેવા જતી નાની બાળકી સાથે છેડતી કરવી. શાળાએ જતી છોકરીનો દુપટ્ટો ખેંચવો, અશ્લીલ હરકતો કરવી છેડતી કરવી જેવી બાબતો અસહય બની ગઇ છે. આજે પણ દ્રૌપદીના વસ્ત્રો ખેંચાય છે અને પાંડવોના મોઢે તાળા છે. જેના ઘરમાં આવું બને એના પર દુ:ખનો પહાડ તૂટી પડતો હોય છે. પરંતુ એનો અહેસાસ કરનાર કોણ છે?
સુરત              – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top