હાલ સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યાં છે. આપણે ત્યાં તમામ વર્ગના કુટુંબોમાં લગ્ન પ્રસંગે વહુને તેમજ દીકરીને સોનાના દાગીના આપવાનો રિવાજ છે, ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હાલ સોનું મોંઘું થતા સોનુ ખરીદશક્તિથી બહાર થયું છે, જો સોનું ના ખરીદી શકાય તો વહુને આપવા માટે સાસુએ પોતાને મળેલું સોનું દીકરાને આપીને તેમજ પિયરથી મળેલું સોનું દીકરીને આપીને પ્રસંગ પાર પાડી શકાય તેમ છે, પછી સગવડ થતા ફરી પાછું ખરીદી લેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પ્રજાને અપીલ કરી છે કે હાલ સોનું ખરીદવાનું બંધ કરવું જોઈએ અને લોકડાઉનમાં જીવતા હતા તેવી જીવનશૈલી અપનાવી જોઈએ જેથી કરીને આયાત બંધ થશે અને તેને કારણે હુંડિયામણ બચશે તો રૂપિયો પણ ફરી મજબૂત થશે, વધતી મોંઘવારી અટકાવવા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આવા સૂચનો તો કર્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતે પોતાના ખર્ચા પર કેટલો કાબુ રાખી શકે છે તે જોવાનું રહ્યું આપણે ત્યાં રેલીઓમાં અધધ ખર્ચો થતો હોય છે અને રેલી માટે ભેગા થતા માનવોના કામકાજના અગણીત કલાકો બગડતા હોય છે આ બધું પણ બંધ થવું જોઈએ.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.