National

પટનામાં CM નીતિશ કુમારની ગાડી પર પથ્થરમારો, 4 વાહનોના કાચ તૂટ્યા

પટનાઃ (Patna) રાજધાની પટનામાં સીએમ નીતિશ કુમારની (Nitish Kumar) ગાડી પર પથ્થરમારો (Stoning) કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરીચક પોલીસ સ્ટેશનના સોહાગી ગામ પાસે પથ્થરમારાની ઘટના બની હતી. સોહગી ગામ પાસે (CM) સીએમની ગાડી પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કારકેડમાં માત્ર સુરક્ષાકર્મીઓ જ હાજર હતા.

કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર સોમવારે ગયા જવાના છે. તેઓ ગયામાં દુષ્કાળની સ્થિતિ અંગે પણ મુલાકાત કરવાના છે અને ત્યાં બની રહેલા રબર ડેમનું પણ નિરીક્ષણ કરશે. જોકે સીએમ નીતીશ કુમાર હેલિકોપ્ટર દ્વારા ગયા જશે, પરંતુ તેમના હેલિપેડથી અન્ય સ્થળોએ જવા માટે કારકેડને પટનાથી ગયા રવાના કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ એક છોકરો ગુમ થયો હતો, જેનો મૃતદેહ બેઉરમાંથી મળ્યો હતો. જેના કારણે ગ્રામજનોએ ગૌરીચકના સોહગી મોર પાસે રસ્તો બ્લોક કરી હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ગાડીનો કાફલો પસાર થઈ રહ્યો હતો. ગાડીઓ જોઈને ગામલોકો ગુસ્સે થઈ ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં 4 વાહનોના કાચ તૂટી ગયા હતા.

Most Popular

To Top