National

જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં NIAના દરોડા, પુલવામામાંથી એક પત્રકારની અટકાયત

જમ્મુ-કાશ્મીર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાં, કુલગામ, અનંતનાગ અને પુલવામા (Pulwama) સહિત અનેક જિલ્લાઓમાં દરોડા (Raid) પાડ્યા હતા. ટેરર ફંડિંગ કેસમાં (Terror Funding case) તપાસ એજન્સીની આ કાર્યવાહી સામે આવી છે. દરોડા દરમિયાન NIAએ પુલવામાના એક પત્રકારને પણ કસ્ટડીમાં લીધો હતો.

મળતી માહિતી મુજબ NIAએ ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના ઈશારે કામ કરે છે અને નકલી નામો રાખીને અનેક સંગઠનો ચલાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સાથે તેમની નજર કોઈ મોટી આતંકી ગતિવિધિને અંજામ આપવા પર હતી. આ ત્રણેય જમ્મુ અને કાશ્મીરમાં સાયબર સ્પેસનો ઉપયોગ કરીને હુમલો કરવા, લઘુમતીઓ, સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવવા અને સાંપ્રદાયિક વિસંગતતા ફેલાવવા જેવા ગુનાઓમાં સામેલ છે.

દરોડા કેમ પાડવામાં આવી રહ્યા છે?
NIAનો આ દરોડો અલ્પસંખ્યકો અને સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરવાના મામલામાં કરવામાં આવી રહ્યો છે. આ મામલા આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAને માહિતી મળી છે કે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથોના સંપર્કમાં રહેલા હેન્ડલર્સ દ્વારા આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. એટલા માટે આતંકવાદી કનેક્શન અંગે શોધખોળ કરવામાં આવી રહી છે.

NIAએ આસિયા અંદ્રાબીનું ઘર જપ્ત કર્યું છે
વહેલી સવારે શ્રીનગરમાં અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબી મહિલાના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. વર્ષ 2019માં આસિયા અંદ્રાબીનું ઘર NIA દ્વારા અટેચ કરવામાં આવ્યું હતું. આસિયા હાલ જેલમાં બંધ છે. તેમજ NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શ્રીનગરમાં ઉઝૈર અઝહર ભટના ઘરની તલાશી લેવામાં આવી હતી
જણાવી દઈએ કે ગઈકાલે પણ એનઆઈએની ટીમે શ્રીનગરમાં ઉઝૈર અઝહર ભટના ઘરની તપાસ કરી હતી. એનઆઈએને ઉઝૈરના ઘરેથી ઘણા ડિજિટલ પુરાવા મળ્યા છે. ઉજૈન સોશિયલ મીડિયા પર ISISની ગતિવિધિઓ અપલોડ કરતો હતો. તે ISISના મોડ્યુલમાં નવા સભ્યોની ભરતી કરી રહ્યો હતો અને તેમનો ટાર્ગેટ ખીણમાં મહત્તમ ટાર્ગેટ કિલિંગ કરવાનો હતો.

પત્રકારને લઈને ટીમ રવાના થઈ
NIAની ટીમે પત્રકાર સરતાજ અલ્તાફ ભટની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન જવા રવાના થઈ હતી. પુલવામાના નિલુરામાં રહેતો અલ્તાફ ગ્રોઇંગ કાશ્મીર માટે કામ કરે છે. NIAની ટીમે શ્રીનગરમાં રહેતા જુનૈદ અહેમદ તેલીના ઘરે પણ દરોડા પાડ્યા હતા. તે સૌરાની મસ્જિદ ઈકબાલ કોલોનીમાં રહે છે.

આ લોકોના ઠેકાણે પડ્યા દરોડા

  1. અલ્તાફ અહેમદ રહેવાસી યારીપોરા
  2. હરદુ હંગર, ફારૂક અહમદ ડારનો રહેવાસી
  3. જહાંગીર અહેમદ હાંજી રહેવાસી ખારપોરા

Most Popular

To Top