Columns

ફરી ટ્રેન્ડ-બદલાયો?! NEET-2022

ધો. 10 અને ધો.12 સામાન્ય પ્રવાહનાં પરિણામો આવી ગયાં. સૌ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ. છેલ્લાં પાંચ – છ વર્ષમાં ધો.10 પછી જે સ્ટ્રીમની પસંદગી કરવાની હોય છે, તે દરેક વિદ્યાર્થીએ વ્યકિતગત ધોરણે કરવાની હોય છે. છતાં સમાજમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બે-અઢી દાયકા પહેલાં માત્ર એન્જિનિયરીંગનો ક્રેઝ હતો. ખૂબ જ ઊંચી ટકાવારી હોય છતાં IT / Computer fieldમાં ઊંચી ફી સાથે પ્રવેશ લેવાનું વલણ હતું. કર્ણાટકની કેટલીયે કોલેજોના ઉધ્ધાર થઇ ગયા. છેલ્લાં પાંચ – સાત વર્ષમાં B.Sc એટલે કે બેચલર ઓફ એન્જિનિયરીંગના બદલે B.Scનો ટ્રેન્ડ વધ્યો. આ વર્ષે 14000 સીટની સામે માત્ર 3500 એપ્લિકેશન! શું ફરી ક્રેઝ વધ્યો B.E.નો? કે પછી બહાર કેનેડા જવાનો કે? આ વર્ષે ધો.12 જીવવિજ્ઞાન સાથે ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં તો નોંધપાત્ર વધારો થયો છે પણ NEET આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40% જેટલો વધારો નોંધાયો છે. 2021માં 16 લાખ જેટલા વિદ્યાર્થીઓએ NEET આપી હતી. આ વર્ષે લગભગ 18.72 લાખ જેટલા વિદ્યાર્થીઓ NEET આપવાના છે અને એમાં 10 લાખ જેટલી છોકરીઓ છે. 13 જેટલી ભારતની વિવિધ ભાષામાં અપાશે. એની સામે કદાચ અડધા 9 લાખ જેટલા JEE માટે રજીસ્ટ્રેશન થયા છે. તો પ્રશ્ન થાય કે શા માટે Biology તરફનો ટ્રેન્ડ વધારે છે?

શું ગણિત પ્રત્યેનો અણગમો છે? ગણિત સાથેની કારકિર્દીમાં વધારે તકો નથી? કે પછી એન્જિનિયરોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે? કે પછી કોરોના કાળમાં આરોગ્યકર્મીની મહત્તા સમજાતાં એમાં તકો વધુ દેખાય છે? કે એન્જિનિયરીંગના ફીનાં ધોરણો ઊંચા હોવાથી B.Scના ટ્રેન્ડમાં વધુ ઝુકાવ છે? છોકરીઓ Biology સાથે આગળ વધવા માંગે, ત્યારે દક્ષિણ ગુજરાતના મારા અનુભવોના આધારે એવું વલણ સામે આવે કે આપણે ત્યાં MNC નથી માટે છોકરીઓએ પણ બોમ્બે, પૂના, બેંગલોર જવું પડે. 10 કલાકની ઓછામાં ઓછી નોકરી. પછી જ્યારે લગ્ન થાય ત્યારે ફરી મહત્ત્વનો વળાંક જોવા મળે. માટે Biology સાથે માત્ર MBBSનો જ વિકલ્પ નથી મળતો. આજે આપણે ત્યાં પણ MBBS 25-30 લાખ થઇ. સ્વનિર્ભરમાં તો રશિયા, બેલારૂસ, કઝાકિસ્તાનમાં પણ 25-30 લાખમાં MBBS થવાતું હોય છે. માટે પણ Biology સાથેનો ટ્રેન્ડ જોવા મળે છે.

મેડિકલ અને પેરામેડિકલમાં NEETની જરૂર હોય. અહીં પણ ઘણા બધા વિકલ્પો મળતા હોય છે. જો કદાચ ઓછા સ્કોરીંગના લીધે મેડિકલ / પેરામેડિકલમાં પ્રવેશ ન મળે, તો પણ અન્ય અભ્યાસક્રમોમાં B.sc + M.scમાં મળતાં વિવિધ વિકલ્પો કારકિર્દીના પંથે આગળ વધવાની તક આપે છે. ખાસ તો મેડિકલમાં સ્વનિર્ભરમાં પ્રવેશ લીધા પછી આરક્ષણ જાતિને સ્કોલરશીપ – સરકારી મળતી હોવાથી આર્થિક રીતે નબળા વર્ગો માટે ફી મેનેજ કરવાનું સરળ બન્યું છે.

  • મિત્રો, ઉપરોકત જણાવેલી બ્રાન્ચોના વિકલ્પો તો મળી જ રહે છે. સાથે જ 
  • Bachelor of veterinary Science પણ ખૂબ જ રસદાયક અને પુષ્કળ તકવાળું ક્ષેત્ર છે. આ અભ્યાસક્રમ પ્રાણીઓના શરીરને લગતો હોય છે. જે ભણ્યા પછી વેટેરિયન તરીકે કામ કરવાની તક મળે છે.
  • B.sc in Environmetal Science – પર્યાવરણને લગતા અભ્યાસક્રમોમાં વિવિધ તકો મળે છે.
  • ફાર્મસી તો આપણે સૌ જાણીએ જ છીએ.
  • ખૂબ જ રસપ્રદ અને ઉજળી તકોવાળો અભ્યાસ છે તે B.sc in નેચરોપેથી. હાલના તેમ જ ભવિષ્યની સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે આજનો સમાજ, ખાસ કરીને કોરોના કાળમાં ઇમ્યુનીટીની મહત્તા સમજનાર લોકો નેચરોપેથી તરફ વધુ જોવા લાગ્યા છે. જેમને થોડો પણ રસ હોય તેમણે આ અભ્યાસક્રમની પસંદગી કરવી રહી. જેમાં આરોગ્ય સંબંધી ઓન્ટ્રેપ્રેનરશીપનો મોટો અવકાશ રહેલો છે.

મિત્રો, હજુ વધુ કોર્સિસની ક્ષિતિજો ઊઘડતી જ જાય છે. આપ સૌને અને ખાસ કરીને વાલીને નમ્ર વિનંતી કરવાની કે શૈક્ષણિક બજારમાં વિવિધ અભ્યાસક્રમો મશરૂમની જેમ ઊગી નીકળ્યા છે અને ભાવ (ફી) આપો તો પ્રવેશ મળી પણ જાય છે. માત્ર તમારા સંતાનોની ક્ષમતા, કુશળતાઓ અને રસ-રૂચિ ધ્યાનમાં રાખી પ્રવેશ પસંદ કરશો, તો ઘણી બધી શકિતઓનું ધોવાણ – વેડફાટ – પૈસા, વર્ષો અને માનવધનને બચાવી શકાશે.

– NEET 2022 Julyમાં લેવાવાની છે. જો સંતાનોને અન્ય અભ્યાસક્રમમાં કારકિર્દી બનાવવી હોય તો NEETના સ્કોર વગર પણ ફોર્મ ભરી શકાતા હશે, તો તે પ્રમાણે માર્ગદર્શન લઇને મુંઝવણ દૂર કરી શકાય છે. – જરૂરી ડોકયુમેન્ટસની સોફટ કોપી ફોલ્ડર બનાવી દેવું જેથી વારંવાર સર્ચ ન કરવું પડે.
‘you get what
you focus on
So focus on
what you want’.

Most Popular

To Top