Kitchen | Recipe

દહીં બ્રેડ રોલ


સામગ્રી :
1 કપ છીણેલું પનીર
1/2 કપ પાણી નિતારેલું દહીં
1/2 ટીસ્પૂન લાલ મરચું
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
2 ટેબલસ્પૂન સમારેલા કાંદા
2 ટેબલસ્પૂન સમારેલાં કેપ્સિકમ
2 ટેબલસ્પૂન કોથમીર
1/2 ટીસ્પૂન આમચૂર પાઉડર
સ્વાદાનુસાર મીઠું
2 સ્લાઈસ બ્રેડ
તળવા માટે તેલ

  • રીત :
    એક બાઉલમાં છીણેલું પનીર અને દહીં મિકસ કરો.
  • તેમાં લાલ મરચું, ગરમ મસાલો, કાંદા, કેપ્સિકમ, કોથમીર, આમચૂર અને મીઠું નાખી મિકસ કરો.
  • બ્રેડની કોર કાઢી નાખો. બ્રેડની સ્લાઈસને શકય એટલી પાતળી વણી લો.
  • બ્રેડની એક બાજુ એક ટેબલસ્પૂન તૈયાર કરેલું દહીંનું મિશ્રણ મૂકો. ધાર પર થોડું પાણી લગાડી રોલ વાળી દો. ધાર દબાવી દો.
  • એક કઢાઈમાં તેલ ગરમ કરી, દહીં રોલ મધ્યમ તાપે તળો. તમે પ્રીહીટેડ ઓવનમાં 180 સે. તાપમાને 15 – 20 મિનિટ બેક પણ કરી શકો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢી લો.
  • ગરમાગરમ દહીં બ્રેડ રોલ ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

મુંગદાલ ટોસ્ટ

સામગ્રી :
1 કપ મગની દાળ
2 નંગ લીલાં મરચાં
1/4 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પન મરી પાઉડર
ચપટી હિંગ
1/2 નંગ સમારેલો કાંદો
1/2 નંગ છીણેલું ગાજર
1/2 નંગ સમારેલું કેપ્સિકમ
2 ટેબલસ્પૂન કોથમીર
1/4 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ
સ્વાદાનુસાર મીઠું
6 નંગ બ્રેડ સ્લાઈસ
જરૂર મુજબ માખણ

  • રીત :
    એક બાઉલમાં એક કપ ગરમ પાણીમાં મગની દાળ એક કલાક પલાળો. પાણી નિતારી મિકસર જારમાં લો. તેમાં લીલાં મરચાં નાખી સ્મુધ પેસ્ટ વાટો.
  • એને એક બાઉલમાં કાઢી લો. તેમાં હળદર, મીઠું, મરી, પાઉડર અને હિંગ નાખી મિકસ કરો.
  • તેમાં કાંદા, ગાજર, કેપ્સિકમ અને કોથમીર નાખી બરાબર મિકસ કરો. બે કડછી ખીરું એક નાના બાઉલમાં કાઢી લો. તેમાં થોડા ઇનો નાખી મિકસ કરો.
  • બ્રેડ પર બંને બાજુ બટર લગાડી ટોસ્ટ કરો.
  • બ્રેડ પર બે ટેબલસ્પૂન મગની દાળનું મિશ્રણ પાથરો એને ઉથલાવી બીજી બાજુ પણ મિશ્રણ પાથરો.
  • મધ્યમ તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.
  • મુંગદાલ ટોસ્ટ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
    નોંધ :
    તમે બે સ્લાઈસ વચ્ચે પૂરણ મૂકી ટોસ્ટ સેન્ડવિચ પણ બનાવી શકો.

મસાલા બ્રેડ

સામગ્રી :
5 – 6 સ્લાઈસ બ્રેડ
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન લીલું મરચું
1/3 કપ સમારેલા કાંદા
1/2 કપ સમારેલા ટામેટાં
1/4 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન લાલ મરચું
1/2 ટીસ્પૂન જીરું પાઉડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
સ્વાદાનુસાર મીઠું
1 ટેબલસ્પૂન કોથમીર
1 – 2 ચપટી કસૂરી મેથી

  • રીત :
    બ્રેડના નાના નાના ક્યુબ્સ કરો.
  • એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ – લસણની પેસ્ટ સાંતળો.
  • ત્યાર બાદ તેમાં સમારેલા કાંદા નાખી, મધ્યમથી ધીમા તાપે કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.
  • તેમાં હળદર, લાલ મરચું, જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી સાંતળો. મસાલો બળી ન જાય તે ધ્યાન રાખો.
  • ત્યાર બાદ તેમાં સમારેલાં ટામેટાં અને લીલું મરચું નાખી મિકસ કરો. સ્વાદાનુસાર મીઠું નાખો. ટામેટાં ચડી જાય અને સાઈડ પરથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો.
  • ટામેટાં ચડી જાય એટલે એમાં કોથમીર અને કસૂરી મેથી નાખી મિકસ કરો.
  • ત્યાર બાદ તેમાં બ્રેડના ક્યુબ્સ નાખી મિકસ કરી એક- બે મિનિટ થવા દો.
  • બ્રેડ મસાલા સર્વ કરતી વખતે લીંબુનો રસ અને કોથમીર નાખી સર્વ કરો.

Most Popular

To Top