Vadodara

VNF ના ગરબામાં ઓલિમ્પિક વીનર ભાલા દ્વારા મેડલ જીતનાર નીરજ ચોપરા મહેમાન

વડોદરા: ગુજરાત રાજ્યના મહેમાન તરીકે હાલમાં નીરજ ગુજરાતની મુલાકાતે આવ્યો છે અને ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી નેશનલ ગેમ્સને પ્રોત્સાહિત કરવા વિવિધ શહેરોની મુલાકાત લઈ રહ્યો છે.આ મહા ખેલાડી ને શહેરના મેયર કેયુર રોકડિયા,મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આવકાર આપીને શહેરના જાણીતા ગરબા મેદાનની મુલાકાત કરાવી હતી.નીરજની ઉપસ્થિતિ થી ખેલૈયાઓનો ઉમંગ બેવડાયો હતો. આટલા ભવ્ય ગરબાને જોવાનો મારે માટે આ પ્રથમ પ્રસંગ છે.એવી અનુભૂતિને વાચા આપતાં આ ખેલવીરે કહ્યું કે એક ટોચના રમતવીર જેટલી જ ઊર્જા થી ગરબા રમતા આ ખેલૈયાઓ નો ઉત્સાહ અનન્ય જણાય છે.મારા માટે આ આજીવન યાદગાર બની રહેશે.

તેમણે ગુજરાત રાજ્ય દ્વારા પહેલીવાર 36 મી નેશનલ ગેમ્સના આયોજનને આવકારીને જણાવ્યું કે હું તેમાં ભાગ લેનારા તમામ રમતો ના રમતવીરો ને આવકારું છું અને તેમને શ્રેષ્ઠ ખેલ કૌશલ્યોનું પ્રદર્શન કરવા આહવાન કરું છું. ગુજરાતના રમતવીરો ઉમદા રમે અને રાજ્ય માટે ચંદ્રકો જીતે અને દેશને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા એ જણાવ્યું કે ભાલા ફેન્કમાં મારી ઓલિમ્પિક સિદ્ધિ પછી ખાસ કરીને એક આશાસ્પદ રમત તરીકે રમતવીરોમાં જવેલિયન થરો તરફ કુતૂહલ અને આકર્ષણ વધ્યું છે.આપણા યુવા ખેલાડીઓ વિવિધ રમતોમાં હાલમાં વિશ્વ મંચ પર ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે.જેથી હવે માતાપિતા પણ સંતાનોને રમત કારકિર્દી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.દરેક ખેલાડી પોતાની ક્ષમતા અને કૌશલ્યો માં વિશ્વાસ દ્રઢ કરે તો સફળતા સરળ બને છે.યુવાનો મોબાઈલના વળગણથી અંતર પાળીને આરોગ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખેલ મેદાન તરફ વળે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top