SURAT

સુરતમાં મેટ્રો માટે ટનલ બનાવવાનો પ્રારંભ : ‘તાપી’ અપ જ્યારે નર્મદા ડાઉન ટ્રેકનું બોરિંગ કરશે

સુરત: સુરત(Surat) શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ(Metro Rail)ની કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો(Underground stations) બનશે. શહેરમાં પ્રથમ ફેઝમાં 6.47 કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ બનશે. જે માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરીંગ મશીનની મદદથી ટનલ બનાવાશે. જે માટે આખરે એજન્સી દ્વારા ટનલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેનો શુભારંભ જીએમઆરસીના અધિકારીઓની સાથે સાથે મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરાવાયો હતો. ગુરુવારે સાંજે કાપોદ્રા પાસે અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાપોદ્રાથી શરૂ કરીને સુરત રેલવે સ્ટેશન અને ત્યાંથી ચોકબજાર સુધી ભૂગર્ભ મેટ્રો રેલવે બનાવવા માટે ટીબીએમ મશીન દ્વારા ટનલ ખોદવાની કામગીરી કરવામાં આવશે, જેમાં હાલ ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધી (2.87 કિ.મી)ના રૂટ માટેની ટનલ બનાવવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં કાપોદ્રા, લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ અને સુરત રેલવે સ્ટેશનનો રૂટ આવરી લેવાશે.

  • સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ રૂટ માટે ટનલ બોરિંગ મશીનથી ટનલ બનાવવાની ટ્રાયલ શરૂ થઈ
  • કાપોદ્રાથી સુરત સ્ટેશન સુધીના 2.87 કિ.મી. રૂટની ટનલ બનાવતા એક વર્ષનો સમય લાગવાનો અંદાજ

2.87 કિ.મી.ની ટનલ બનતાં એક વર્ષ જેટલો સમય લાગી જશે તેમ જાણવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, જીએમઆરસી દ્વારા હાલ અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવા માટે એક મશીન ઉતારવામાં આવ્યું છે. અને એક મહિના બાદ બીજું ટનલ મશીન ઉતારાશે. મશીનરીની ઓળખ માટે એક ટીબીએમ મશીન જેના થકી હાલ કામગીરી શરૂ કરાઈ છે તેને ‘તાપી’ નામ અપાયું છે. અને એક માસ બાદ જે ટીબીએમ મશીન ઉતારાશે તેને ‘નર્મદા’ નામ આપવામાં આવ્યું છે. અંડરગ્રાઉન્ડ રૂટના અપ અને ડાઉન રૂટ માટે બે ટનલ માટે બે ટીબીએમ મશીન કામ કરશે. હાલ એક રૂટની ટનલની કામગીરી શરૂ થઈ છે. ટીબીએમ મશીનનો ઈનર ડાયામીટર 5.8 મીટરનો છે. અને જમીનની અંદર 18 મીટર ઉંડાણમાં અંડરગ્રાઉન્ડ રૂટ બનશે. જીએમઆરસી દ્વારા અંડરગ્રાઉન્ડ રૂટ બનાવવા માટે તમામ સરવેની કામગીરી પહેલા જ કરી લેવામાં આવી હતી. અને હાલ કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન માટેના રૂટ પર કોઈ જોખમ જણાયું નથી. જેથી ટીબીએમ મશીનથી આસાનીથી કામગીરી કરાશે.

આ વિડીયો જોવા અહી ક્લિક કરો

અર્થ પ્રેશર બેલેન્સ મશીનની મદદથી સુરત મેટ્રોમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનશે
સુરત શહેરમાં પ્રથમ ફેઝમાં કુલ 6.47 કિ.મી.ના રૂટમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનશે. જે માટે ખાસ અર્થ પ્રેશર બેલેન્સ(ઈ.પી.બી.) મશીનની મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે. આ મશીનની ખાસિયત એ છે કે, મશીન બેલેન્સ રાખીને ટનલ બનાવશે. જેમાં મશીનના પ્રેશરથી જમીનની અંદર પણ મશીન જશે નહીં કે ઉપરની તરફ પણ નહીં જશે. જે ગતિ મેઈન્ટેઈન કરીને કામ કરશે અને અર્થ પ્રેશર સમાન રાખશે.

  • ટનલ ડાયામીટર: 5.8 મીટર
  • અંડરગ્રાઉન્ડ ટનલ: 18 મીટર

ટીબીએમ મશીનના 3 પાર્ટસ છે
ટીબીએમ મશીનની કામગીરી 3 પાર્ટસમાં થશે. જેમાં 1) શીલ્ડ બોડી: જે મશીનને કલર આપી કામ કરશે. તેમજ 2) બેક-એપ સિસ્ટમ: જેના થકી મશીનના ઈનર પાર્ટસમાં ખાનાખરાબીની તુરંત જાણ કરશે અને 3) કટર હેડ: જે મશીનના ફ્રન્ટ સાઈડ હોય છે, જેના થકી જમીનમાં ટનલ બનતી હોય છે. આ મશીન અદ્યતન ટેક્નોલોજીનું હોય કોઈ પણ એલર્ટ તુરંત આપી શકે છે.

ટનલ બનવાની સાથે સાથે સિમેન્ટ શીટની રિંગ પણ બનતી જશે
સુરત મેટ્રો માટે ટેરાટેક કંપનીના ટીબીએમ મશીનની મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે. ટીબીએમ મશીનની ખાસિયત એ છે કે, ટનલ બનાવવાની સાથે સાથે પાછળ સિમેન્ટ ક્રોંક્રીટની રિંગ પણ ગોઠવાતી જશે. એટલે કે, ટનલની લેયરિંગ પણ થતી જશે. ટીબીએમ મશીનના ફ્રન્ટ સાઈડથી વોટર ફ્લો પણ રહેતાં ટનલ બનાવવામાં સરળતા રહેશે.

Most Popular

To Top