Dakshin Gujarat

સગીરાને ભગાડી શરીર સંબંધ બાંધનાર પરિણીત વિધર્મીને કોર્ટે આપી આજીવન કેદની સજા

નવસારી: (Navsari) નવસારીમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે (Court) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સગીરાને (Minor) લગ્નની (Marriage) લાલચ આપી ભગાડી લઈ જઈ શરીર સંબંધ બાંધનાર પરિણીત વિધર્મી આરોપીને આજીવન કેદની સજા ફટકારી કાયદાનું માન જળવાઈ રહે અને ગુનાઓ અટકે તે માટે સમાજમાં દાખલો બેસાડ્યો છે.

  • સગીરાને ભગાડી શરીર સંબંધ બાંધનાર પરિણીત વિધર્મીને આજીવન કેદ
  • નવસારીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી સમાજમાં દાખલો બેસાડ્યો

મળતી માહિતી મુજબ, નવસારીના પીનસાડમાં આવેલી રમેશ પટેલની આંબાવાડીમાં રખેવાળીનું કામ કરતો પરિવાર સાથે રહેતો હતો. અગાઉ તે પરિવાર ધારાગીરી ગામે ભાડેના મકાનમાં રહેતા હતા. જ્યાં બાજુમાં રહેતો સદ્દામ હુસેન ઉર્ફે ઈરફાન અબ્દુલ અજીજ રાય તે પરિવારના ઘરે આવતો હતો. પરંતુ સદ્દામનું ઘરે આવવાનું સગીરાના પિતાને ગમતું ન હતું. જેથી તેઓએ ત્યાંથી ઘર બદલી પીનસાડ ગામે આંબાની વાડીમાં રહેતા હતા. ગત 3જી એપ્રિલ 2021 ના રોજ સગીરા પાણી લેવા ગઈ હતી. પરંતુ તેણી મોડે સુધી ઘરે પરત આવી ન હતી. જેથી પરિવારજનોને સદ્દામ ઉપર શંકા જતા તેના ઘરે તપાસ કરી હતી. જ્યાં સદ્દામ મળ્યો ન હતો. જેથી પરિવારજનોએ શોધખોળ ચાલુ જ રાખી હતી.

ગત 20મી એપ્રિલ 2021 માં નવસારી ગ્રામ્ય પોલીસને સગીરા મળી જતા પોલીસે તેના પરિવારજનોને બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસે સગીરાની પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, ધારાગીરી ગામે રહેતો સદ્દામ હુસેન ઉર્ફે ઈરફાન અબ્દુલ અજીજ સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગઈ ૩-૪-૨૦૨૧ ના રોજ ઘડો લઈ પાણી ભરવા માટે ગઇ ત્યારે સદ્દામ હુસેને મને જણાવ્યું હતું કે, હું તને મારી સાથે મારા ગામ યુ.પી. ગોંડા મહારાજગંજ ગામે લઈ જઈશ અને તારી સાથે લગ્ન કરીશ અને સારી રીતે રાખીશ, તેવું જણાવી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી યુ.પી. ભગાડી લઈ ગયો હતો. જ્યાં રેલ્વે ટ્રેક પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં તેની સાથે મને રાખતો અને મારી સાથે ઘણી વખત શરીર સંબંધ બાંધતો હતો. નવસારી પોલીસના માણસો યુ.પી. ખાતે આવીને સગીરા અને સદ્દામ હુસેનને લઈ આવ્યા હતા.

આ બાબતે સગીરાની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે સદ્દામ હુસેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 363, 366, 376(2)(જે)(આઈ)(એન) તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ 4,6,8 મુજબનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસ નવસારી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં પોલીસે ચાર્જશીટ રજુ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં સરકારી વકીલે સદ્દામ હુસેન વિરુદ્ધ રજુ થયેલા મૌખિક-લેખિત પુરાવા, મેડીકલ એવીડન્સ અને સાયન્ટીફીક એવીડન્સના આધારે ધારદાર દલીલો કરી હતી. સાથે જ સમાજમાં દાખલો બેસે તે માટે આરોપી સદ્દામને સખતમાં સખત કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. કોર્ટે અલગ-અલગ એપેલેટ કોર્ટોના ચુકાદાને ધ્યાને લઈ જજ તેજસભાઈ બ્રહ્મભટ્ટે સદ્દામ હુસેનને ગુનાઓમાં તકસીરવાર ઠેરવી આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધી) ની સજા ફટકારી છે. સાથે જ સગીરાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top