Entertainment

શાહરૂખ ખાનના પુત્ર આર્યનની વેબસિરિઝ “સ્ટારડમમાં” કેમિયો રોલમાં જોવા મળશે આ સેલિબ્રિટી

મુંબઈ: શાહરૂખ ખાનના (ShahRukhKhan) પુત્ર આર્યન ખાન બોલિવૂડમાં (Bollywood) પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આર્યન વેબસીરિઝ “સ્ટારડમ”થી પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. જાણકારી મુજબ આ વેબસિરિઝ ફિલ્મ જગતની અંદરની બાબતોને દર્શાવશે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જગતની અંદરની બાબતોથી આર્યન પરિચિત છે કારણ કે તેણે નાનપણથી જ તમામ વસ્તુઓ જોય છે કારણ કે તેના પિતા પણ આ જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે. હવે આ વેબસિરિઝમાં રણબીર કપૂરનું નામ પણ સામે આવ્યું છે.

  • આર્યન ખાનની આ વેબ સિરીઝમાં 6 એપિસોડ હશે. તેની જાહેરાત વર્ષ 2022માં ડિસેમ્બરમાં કરવામાં આવી હતી
  • આ વેબ સિરીઝ દ્વારા બોલિવુડનો ગોલ્ડન એરા બતાવવામાં આવશે

સ્ટારડમ વેબસિરિઝમાં આર્યન ખાન સાથે રણબીર કપૂર પણ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. જેના કારણે દર્શકો પણ આ સિરિઝને જોવા માટે એકસાઈટેડ થઈ રહ્યાં છે. આ સિરિઝનો સેટ પણ ખૂબ જ સુંદર છે. આર્યન બોલિપૂડમાં પોતાનું કરિયર શરૂ કરવા જઈ રહ્યો છે ત્યારે પોતાના પુત્રને સપોર્ટ કરવા માટે શાહરૂખ પણ તેના સેટ પણ હાજરી આપી આર્યનને સરપ્રાઈઝ આપ્યું હતું. એનિમલમાં કેમિયાના રોલ માટે રણબીર કપૂર પહેલા શાહરૂખ ખાન અને રણવીર સિંહનું નામ પણ સામે આવ્યું હતું.

આ વેબ સિરીઝની વાત કરીએ તો આર્યન ખાનની આ વેબ સિરીઝમાં 6 એપિસોડ હશે. તેની જાહેરાત વર્ષ 2022માં ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. આ વેબ સિરીઝને સ્ટારડમ નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ વેબ સિરીઝ પર કામ ઝડપથી થશે અને કુલ 350 લોકો એકસાથે તેનું શૂટિંગ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ દ્વારા બોલિવુડનો ગોલ્ડન એરા બતાવવામાં આવશે અને ફેન્સને સ્ટારડમના સાચા અર્થનો પરિચય કરાવવામાં આવશે. જાણકારી મુજબ આ સિરિઝમાં અન્ય બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળશે.

Most Popular

To Top