National

નવનીત રાણાની મુશ્કેલીઓ વધી: રાણા દંપતી વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ

મુંબઈ: મુંબઈની અદાલતે (Mumbai court) સોમવારે સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના પતિ રવિ રાણાને નોટિસ (Notice) મોકલીને તેમની સામે બિનજામીનપત્ર વોરંટ જાહેર કર્યુું છે. હનુમાન ચાલીસા વિવાદમાં (Hanuman Chalisa Controversey 12 દિવસ સુધી જેલમાં રહેનારા નવનીત રાણાને કોર્ટે શરતો સાથે જામીન (Bail) આપ્યા હતા. દંપતી દ્વારા જામીનની શરતોના કથિત ઉલ્લંઘનના આરોપમાં કોર્ટ દ્વારા નોટિસ જાહેેર કરવામાં આવી છે. નવનીત રાણા વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર ફરી કોર્ટમાં પહોંચી છે. સરકારી વકીલે કોર્ટ પાસે માંગ કરી કે જેલમાંથી બહાર આવ્યા બાદ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિએ  જામીનની શરતોનો ભંગ કર્યો છે. તેથી તેમને ફરી જેલ મોકલવા જોઈએ.

મુંબઈ પોલીસે કોર્ટમાં અરજી દાખલ કરી આરોપ લગાવ્યો હતો કે રવિ-નવનીત રાણાએ તેમના નિવેદનો દ્વારા જામીનની શરતનું ઉલ્લંઘન કર્યું છે અને જામીનના આદેશો મુજબ તેમના જામીન રદ કરવામાં આવે છે. 8મી મેના રોજ મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે તે સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાના જામીન રદ કરવા માંગ કરશે. 4 મેના રોજ મુંબઈની સેશન કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની તેમની યોજના અંગે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં કેસ કરવામાં આવ્યો હતો અને બાદમાં રાજદ્રોહના આરોપો લગાવવામાં આવ્યા હતા.

કોર્ટે દંપતીને તપાસમાં સહકાર આપવા અને કેસ સંબંધિત કોઈપણ વિષય પર મીડિયા સાથે વાત ન કરવા જણાવ્યું હતું. જામીન અરજીનો વિરોધ કરતી વખતે, મુંબઈ પોલીસે દલીલ કરી હતી કે રાણા દંપતી દ્વારા ધર્મના નામે હિંસા ભડકાવવાના કૃત્યો રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકારને વિખેરી નાખવાના કાવતરાનો એક ભાગ છે.

રાણા દંપતી ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ કરવા દિલ્હી પહોંચ્યા
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા આજે દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી પહોંચતા પહેલા રાણા દંપતીએ મુંબઈમાં મહારાષ્ટ્ર સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. રવિ રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં મહિલાનું અપમાન થયું છે, તે આ અંગે લોકસભા સ્પીકરને ફરિયાદ કરશે. નવનીત રાણાએ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે કોઈ કામના નથી. અમને જેલમાં ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા. રાણા દંપતીએ કહ્યું કે તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળશે.

નવનીતે કહ્યું કે જે રીતે મારી સાથે એટલે કે એક જનપ્રતિનિધિ પર અને મહારાષ્ટ્રની દીકરી પર વર્તન કરવામાં આવ્યું તેના પર બધાને અફસોસ છે. તેણીએ કહ્યું કે હું કોર્ટના આદેશનું સન્માન કરું છું, હું તેના પર કંઈ કહીશ નહીં. મારી સાથે લોકઅપથી જેલ સુધી શું થયું તેના પર હું વિગતવાર વાત કરીશ.

Most Popular

To Top