SURAT

ડાયમંડ બાદ મુંબઈની આ કંપનીઓનું સુરતમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ, આ થશે ફાયદો

સુરત(Surat) : 227 બિલિયન ડોલરની ઇન્ડિયન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીના (Indian Technology Industry) સંગઠન નાસકોમ (Nascom) અને વિખ્યાત બોસ્ટન કન્સલ્ટન્ટ ગ્રુપ (BCG) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સોસ્યો ઈકોનોમિક ઇસ્યુને લઈ સુરત ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું (Information Technology) હબ (Hub) બની શકે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારતની ટોચની ટેકનોલોજી કંપનીઓ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ જેવા મેટ્રો સિટીમાં (Metro City) જમીન, ઓફિસ રેન્ટ, કર્મચારીઓ પાછળ થતો પગાર ઉપરાંતનો અન્ય ખર્ચ અને જીવન વ્યાપાનની વધતી કોસ્ટ ઘટાડવા સુરત, જયપુર, ચેન્નાઇ જેવા શહેરોમાં સ્થળાંતર થવા નજર દોડાવી રહ્યાં છે. આ કંપનીઓ મુંબઇથી સુરત, ચેન્નાઈથી કોચી અને દિલ્હીથી જયપુર જેવા ટુ ટાયર સિટીનો વિકલ્પ કર્મચારીઓને શિફ્ટ કરવા વિચારી રહ્યાં છે.

સર્વેમાં (Survey) રિમોટ વર્કિંગ કલચર (Remote Working Culture) હેઠળ કર્મચારીઓને હોમ લોકેશનમાં શિફ્ટ કરવાનો મામલો પણ ચર્ચામાં આવ્યો છે. 50 ટકા કર્મચારીઓ સપ્ટેમ્બર 2022 સુધીમાં કાર્યસ્થળે પરત આવવા માંગે છે. જે કોવિડ-19 દરમ્યાન વર્ક ટુ હોમ (Work to home) કાર્ય કરતા આવ્યા છે. 80 ટકા ભારતીય ટેકનોલોજી કર્મચારીઓને હાઈબ્રીડ વર્કિંગ મોડેલ પસંદ કરવા માટે મજબૂર છે. 65 ટકા લોકોને કંપનીઓ હવે રિમોટ વર્કિંગ ઓપશન આપી રહી છે. એટલે કે, બપોરે આરામ કરી શકે અને સાથે સાથે વૃદ્ધ માતા-પિતાની સેવા કરી સુખમય વાતાવરણમાં વધુ કામ કરી શકે. નાસકોમના ચેરમેન દેબજાની ઘોષ કહે છે કે, આઇટી કંપનીઓ (IT Company) કર્મચારીઓના (Employee) વ્યવહાર વિકલ્પની વિશ્લેષણ કરી રહી છે. તેમને ઓનલાઇન (Online) અને ઓફલાઇન (Offline) અનુભવ કરાવવા માંગે છે. સુરત, જયપુર અને કોચી સ્માર્ટ સિટી (Smart City) તરીકે ઉભરી આવતા રહેવા લાયક શહેરો બની રહ્યાં છે. આ શહેરોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે.

મુંબઈથી સુરત શિફ્ટ થવામાં ટેકનોલોજી કંપનીઓની 50 ટકા કોસ્ટ ઘટશે
સર્વેના તારણ મુજબ મુંબઈથી સુરત શિફ્ટ થવામાં ટેકનોલોજી કંપનીઓની 50 ટકા કોસ્ટ ઘટી શકે છે. સુરતમાં પ્રોપર્ટી સસ્તી છે. કર્મચારીઓ માટેના આવાસ પણ સસ્તા છે. તેનાથી ઓપરેશનલ કોસ્ટીંગ ઘટી શકે છે એવી જ રીતે ચેન્નાઇથી કોચી 30 ટકા અને દિલ્હીથી જયપુર સ્થળાંતર કરવાથી 35 ટકા લાગત ઘટી શકે છે.

સુરતની પસંદગી શા માટે કરાઈ?
મૂળ સુરતના વતની અને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ ગણાતા વિશ્વાસ સાવંત કહે છે કે, સુરત દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને દાદરા નગર હવેલી, દમણ-દીવ યુનિયન ટેરેટેરીના કેન્દ્રમાં આવેલું ઔદ્યોગિક શહેર છે. વળી આઈબીએમ, માઈક્રોસોફ્ટ અને કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીમાં સુરતનો સમાવેશ કર્યો છે. અહીં 7 યુનિવર્સિટી, આઈઆઈટી, એનઆઇટી જેવી ઇન્સ્ટિટ્યૂટ, 80થી 100 બીસીએ કોલેજ છે. દેશનું 9 મું અને વિશ્વનું ત્રીજા ક્રમનું ઝડપથી વિકસતું શહેર છે. રહેવા લાયક શહેરોમાં પણ તેનો સમાવેશ થાય છે. એ રીતે આઇટી, ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી માટે અનુકૂળ શહેર છે. કેટલીક આઇટી કંપનીઓ સુરતમાં બ્રાન્ચ લેવલેથી કામ શરૂ કરવા માંગે છે.

ડ્રિમ સિટી અને આઉટર રિંગ રોડ વિસ્તારમાં આઇટી પાર્ક અને આઇટી સેઝ બની શકે છે
માઈગ્રેશનમાં સુરત ભારતના અગ્રેસર શહેરોમાં અગ્રેસર શહેર છે. અહીં 65 ટકા લોકો બીજા રાજ્યોમાંથી શિફ્ટ થયાં છે. 35 ટકા લોકો જ મૂળ સુરતના વતની છે. સુરતમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ (Diamond Burse) શરૂ થયા પછી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી (Air Connectivity) વધશે. ડ્રિમ સિટી (Dream City) અને આઉટર રિંગ રોડ (Outer Ring Road) વિસ્તારમાં આઇટી પાર્ક (IT Park) અને આઇટી સેઝ (IT Sez) બની શકે છે. ગુજરાતની (Gujarat) ટેક્સટાઇલ પોલિસીમાં સુડા અને સુરત મનપાને સરકારે નાના આઇટી પાર્ક, આઇટી ટાઉનશીપ અને મેગા આઇટી સેઝ માટે જગ્યા અનામત રાખવા જણાવ્યું છે. આઇટી પાર્ક કોઈ પણ ટીપીમાં બની શકે છે. ગુજરાતની આઇટી પોલિસીમાં સેઝ માટે 10 થી 50 એકર, આઇટી પાર્ક.માટે 3 હેક્ટર અને નાના આઇટી પાર્ક માટે પણ જગ્યાનું માપદંડ નક્કી કરવામાં આવ્યું છે.

સુરત બ્રેન ગેઇન સિટી બનશે
મુંબઇ (Mumbai), પુણે (Pune) અને બેંગ્લોરની (Banglore) આઇટી -ટેકનોલોજી કંપનીઓમાં મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના યુવાનો કામ કરી રહ્યાં છે. જો ડ્રિમ સિટી કે આઉટર રિંગ રોડ પર આઇટી કંપનીઓને કે ડેવલોપર્સને ગુજરાતની નવી આઇટી પોલિસી મુજબ આઇટી પાર્ક માટે જમીનો ફાળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતનું બુદ્ધિ ધન ફરી સુરત શિફ્ટ થઈ શકે છે. એ રીતે સુરત બ્રેઇન ગેઇન સિટી (Brain Gain City) બની શકે છે. મુંબઈમાં આ કંપનીઓ જે પગાર આપે છે તેજ પગાર કંપનીઓ સુરતમાં ચૂકવશે. નાસકોમ અને બીસીજીનો સર્વે કહે છે કે આઇટી કંપનીઓ સુરત તરફ મીટ માંડીને બેઠી છે.

Most Popular

To Top