National

પ્રેમાંધ પુત્રીએ બોયફ્રેન્ડ સાથે મળી માતાની હત્યા કરી, એક પછી એક વાર કર્યા, બાદમાં ગળું દબાવ્યું

મધ્યપ્રદેશના (MP) ગ્વાલિયર શહેરમાં એક 17 વર્ષની છોકરીએ તેના મિત્ર (Boy Friend) સાથે મળીને તેની માતા પર કથિત રૂપે છરી વડે હુમલો કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા (Murder) કરી દીધી. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણકારી રવિવારે મળી હતી ત્યારબાદ યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. તેના 25 વર્ષીય મિત્રની પણ ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવકની બે મહિના પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે યુવતી તેની સાથે ભાગી ગઈ હતી. બાદમાં યુવકને જામીન મળી ગયા હતા. જણાવી દઈએ કે 38 વર્ષીય મૃતક મહિલા ભિંડ જિલ્લાની રહેવાસી હતી અને હજીરા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તાર હેઠળના ગાડિયાપુર વિસ્તારમાં તેની પુત્રી સાથે રહેતી હતી.

  • પ્રેમમાં પાગલ પુત્રીએ બોયફ્રેન્ડ સાથે મળી માતાની હત્યા કરી
  • એક પછી એક વાર કર્યા, બાદમાં ગળું દબાવ્યું
  • માતાની હત્યા કર્યા બાદ બંનેનો ભાગી જવાનો પ્લાન હતો

પોલીસ અધિક્ષક અમિત સાંઘીએ જણાવ્યું કે રવિવારે પોલીસને માહિતી મળી કે મહિલાના ઘરનો દરવાજો નથી ખુલી રહ્યો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી મહિલાની લોહીથી લથબથ લાશ મળી. પોલીસે જણાવ્યું કે યુવતી ઘરે નહોતી. આ પછી પોલીસે યુવતીની શોધખોળ કરી અને તે રવિવારે સાંજે તેના મિત્ર સાથે મળી. સાંઘીના જણાવ્યા અનુસાર બંનેએ પોલીસને જણાવ્યું કે તેઓએ મહિલાને શાકભાજીની છરી વડે માર માર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંનેનો ભાગી જવાનો પ્લાન હતો.

માતા બંનેના પ્રેમપ્રકરણની વિરુદ્ધ હતી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા તેમના સંબંધોની વિરુદ્ધ હતી અને તેથી તેને રસ્તામાંથી દૂર કરવા માટે યુવતીએ તેની હત્યા કરી હતી. હજીરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંતોષ સિંહે જણાવ્યું હતું કે બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ હત્યા અને અન્ય ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

માતાને લોહીલુહાણ કરી પુત્રી ભાગી ગઈ
38 વર્ષીય મહિલા ભીંડ જિલ્લાની રહેવાસી હતી અને હજીરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગાડિયાપુર વિસ્તારમાં તેની પુત્રી સાથે રહેતી હતી. પોલીસ અધિક્ષક અમિત સાંઘીએ જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં મહિલાની લોહીલુહાણ લાશ મળી હતી. બંનેએ નિર્દયતા પૂર્વક તેની હત્યા કરી હતી.

Most Popular

To Top