Sports

ફિલ્ડરે બાઉન્ડ્રીની 3 મીટર બહારથી કેચ પકડ્યો છતાં બેટ્સમેનને આઉટ અપાતા વિવાદ, VIDEO

નવી દિલ્હી: ક્રિકેટ (Cricket) શોખીનો જાણતા જ હશે કે બોલ બાઉન્ડ્રીની (Boundry) બહાર જાય એટલે ફોર અથવા સિક્સ હોય છે. ક્યારેક ખેલાડીઓ બાઉન્ડ્રીની બહાર લગભગ સિક્સ જતો હોય તેવા બોલને હવામાં છલાંગ મારી અફલાતૂન કેચ કરી લેતા હોય છે પરંતુ કોઈ પણ ક્રિકેટ પ્રેમીએ એવું ક્યારેય જોયું નહીં હોય કે બાઉન્ડ્રીની બહાર 3 મીટર દૂરથી કોઈ ખેલાડી કેચ પકડે છે. આવો જ બનાવ બન્યો છે. વળી, બાઉન્ડ્રીની બહારથી કેચ (Catch) પકડાયો હોવા છતાં બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો છે, જેના લીધે વિવાદ છેડાઈ ગયો છે.

ક્રિકેટના મેદાન પર ઘણા પ્રકારના કેચ જોવા મળે છે, જે દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે. બિગ બેશ લીગમાં આવો જ એક કેચ પકડાયો છે, જેને લઈને ગંભીર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ બાઉન્ડ્રીની બહાર લગભગ 3 મીટર દૂર પકડેલા આ કેચને સિક્સર ગણાવી છે, તો કેટલાક લોકો તે કેચને યોગ્ય માની રહ્યા છે. બિગ બેશ લીગમાં બ્રિસબેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચમાં માઈકલ નસીરે એવો કેચ પકડ્યો જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોર્ડન સિલ્ક (Jorden Silk) ફટકારેલા શોટને પકડવા માટે માઈકલ નસીરે (Michel Nasir) બાઉન્ડ્રી નજીક બોલને કેચ કરીને હવામાં ઉછાળ્યો હતો. બોલ સીધો બાઉન્ડ્રી પાર ગયો, નસીર તેને પકડવા બાઉન્ડ્રીની બહાર ગયો અને ત્યાં પોતે હવામાં કૂદકો માર્યો અને બોલને ફરીથી ઉછાળ્યો હતો. ત્યાર બાદ માઇકલ નસીર બાઉન્ડ્રી લાઇનની અંદર પાછો આવ્યો અને પછી કેચ પકડ્યો હતો. અહીં આવ્યા બાદ તેણે ઉજવણી કરી અને અમ્પાયર તરફ ઈશારો કરીને કહ્યું કે તેને ખાતરી નથી કે કેચ સ્પષ્ટ છે કે નહીં. પરંતુ બાદમાં અમ્પાયરે તેને આઉટ કર્યો અને બધા ચોંકી ગયા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

આ કેચ પછી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ઘણા ખેલાડીઓ અને ક્રિકેટ નિષ્ણાતોએ નિયમોનો ઉલ્લેખ કરી કેચ ખોટો ગણાવ્યો છે તો કેટલાંક ક્રિકેટરો અને નિષ્ણાતોએ નિયમોને બાજુ પર રાખીને માઈકલ નસીરનો કેચ શાનદાર હોવાનો મત વ્યક્ત કર્યો છે.

ક્રિકેટના નિયમો શું કહે છે?
જો કે ક્રિકેટના નિયમો પર નજર કરીએ તો તે અનુસાર બાઉન્ડ્રીની બહાર કેચ માન્ય ગણાતો નથી. એમસીસીએ (MCC) ક્રિકેટના નિયમો વિશે માહિતી આપતા કહ્યું કે કેચ લેતી વખતે બોલ અને ખેલાડીનો પ્રથમ સંપર્ક બાઉન્ડ્રીની અંદર હોવો જોઈએ, બાઉન્ડ્રીની બહાર ફિલ્ડરનો સંપર્ક તેની સાથે ન હોવો જોઈએ. નિયમો અનુસાર માઈકલ નસીરનો કેચ સાચો છે, પરંતુ તેણે હવે નિયમો પર જ સવાલો ઉભા કર્યા છે.

આ રહ્યું મેચનું પરિણામ
જો આ મેચની વાત કરીએ તો બ્રિસબેન હીટે પ્રથમ બેટિંગ કરતા 224 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સિડની સિક્સર્સે માત્ર 209 રન બનાવ્યા હતા અને 15 રનથી મેચ હારી હતી. જોર્ડન સિલ્ક 23 બોલમાં 41 રન બનાવીને તોફાની ઈનિંગ રમી રહ્યો હતો, પરંતુ માઈકલ નસીરે તેનો કેચ પકડ્યો અને આ સાથે જ સિડનીની ટીમ હારી ગઈ હતી.

Most Popular

To Top