Business

MOODY’S એ કર્યો બધાનો મૂડ સારો, 2021 માં અર્થવ્યવસ્થામાં 12% નો વધારો

દેશનાં અર્થતંત્રમાં વર્ષ 2021નાં કેલેન્ડર ( CALENDAR 2021) વર્ષમાં 12 ટકાની વૃધ્ધી જોવા મળશે, મુડીઝ ( MOODY’S) એનાલિટિક્સએ આ અનુમાન લગાવ્યું છે, મુડીઝનું કહેવું છે કે ગયા વર્ષે 7.1 ટકાનો ઘટાડો જોવા મળ્યા બાદ ભારતીય અર્થતંત્રની ભવિષ્યની સંભાવના વધુ અનુકુળ થઇ ગઇ છે, મુડીઝ એનાલિટિક્સએ શુક્રવારે કહ્યું કે ડિસેમ્બર 2020એ સમાપ્ત થતા ત્રિમાસિકમાં જીડીપીનો વૃધ્ધી ( GDP GROWTH) દર 0.4 ટકા રહ્યો છે, આ પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું સારૂ છે, ગત ત્રિમાસિકમાં અર્થતંત્રમાં 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અમારું માનવું છે કે આ વર્ષે પોલિસી રેટમાં કોઈ વધારાનો ઘટાડો કરવામાં આવશે નહીં અને તે ચાર ટકા રહેશે. અમારો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2021-22ના બજેટ ( BUDGET 2021 -22) માંથી વાર્ષિક નાણાકીય ખાધ જીડીપીના સાત ટકાની આસપાસ પહોંચી જશે. મૂડીઝે જણાવ્યું હતું કે મુખ્ય ફુગાવા 2021 માં નિયંત્રિત રીતે વધશે. જો કે, ખાદ્ય ચીજો અથવા બળતણની ફુગાવો પરિવારોના ખર્ચને અસર કરશે. આ સાથે, મૂડીઝે જણાવ્યું છે કે જો કોવિડ -19 ચેપની બીજી તરંગ તીવ્ર બને, તો તે 2021 માં સુધારણા માટેનું જોખમ ઉભું કરી શકે છે.

મુડીઝે કહ્યું કે નિયંત્રણો હળવા કરાયા બાદ દેશ અને વિદેશમાં માંગ સુધરી છે, તેના કારણે હાલનાં મહિનાઓમાં મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન વધ્યું છે, મુડીઝનું કહેવું છે કે અમારૂ અનુમાન છે કે પ્રાઇવેટ ખપત અને વિદેશી મુડીરોકાણમાં આગામી કેટલાક ત્રિમાસિકમાં વૃધ્ધી જોવા મળશે, જેમાં વર્ષ 2021માં સ્થાનિક માંગમાં સુધારો થતો જોવા મળશે, મુડીઝનું અનુમાન છે કે વર્ષ 2021નાં કેલેન્ડર વર્ષમાં જીડીપીનો વાસ્તવિક વૃધ્ધી દર 12 ટકા રહેશે, જેનું એક કારણ ગયા વર્ષનો નીચલો આધાર પ્રભાવ પણ છે.

મુડીઝનું માનવું છે કે નાણાકિય અને રાજકોષિય ખાધ નિતીઓ વૃધ્ધીનાં અનુકુળ રહેશે, અમારૂ માનવું છે કે આ વર્ષે નિતિગત દરમાં કોઇ વધારાનો કાપ નહીં થાય અને તે 4 ટકા જ રહેશે, અમારૂ માનવું છે કે નાણાકિય વર્ષ 2021-22નાં બજેટથી વાર્ષિક રાજકોષિય ખાધ જીડીપીનાં લગભગ 7 ટકા સુધી પહોંચી જશે, મુડીઝે કહ્યું કે મુખ્ય મોંઘવારી 2021માં નિયંત્રિત રીતે વધશે, જો કે ખાદ્ય વસ્તુઓ અને ઇંધણમાં મોંઘવારીથી પરિવારોનાં ખર્ચ પર અસર પડશે, તે સાથે જ મુડીઝે કહ્યું કે જો કોવિડ-19 સંક્રમણની બીજી લહેર વેગ પકડી રહેશે તો તેનાં કારણે 2021માં સુધારાને જોખમ પેદા થઇ શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top