Sports

ઈન્જર્ડ બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ, BCCIએ કરી જાહેરાત

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો(Team India) ફાસ્ટ બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. હવે તેના સ્થાને મોહમ્મદ સિરાજને (Mohammad Siraj) ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ શુક્રવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. સિરાજ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની T20 શ્રેણીની બાકીની બે મેચો માટે ઉપલબ્ધ રહેશે. વર્તમાન સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. બીજી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે જ્યારે છેલ્લી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે.

બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી પ્રબળ દાવેદાર હતો. આખરે પસંદગીકારોએ સિરાજને પ્રાધાન્ય આપ્યું. ફાસ્ટ બોલર સિરાજનું તાજેતરનું ફોર્મ ઘણું સારું રહ્યું છે અને તે લયમાં જોવા મળી રહ્યો છે. સિરાજે આ મહિને વોરવિકશાયર માટે કાઉન્ટી ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે તેના જોરદાર પ્રદર્શનથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. સિરાજે એજબેસ્ટન મેદાન પર રમાયેલી મેચમાં સમરસેટ સામે પ્રથમ દાવમાં 82 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

સિરાજનો છે જોરદાર રેકોર્ડ
મોહમ્મદ સિરાજને જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે ભારત માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ, 10 વનડે અને 5 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ભાગ લીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં સિરાજે 30.77ની એવરેજથી 40 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 73 રનમાં પાંચ વિકેટ રહ્યું છે. વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો સિરાજે 31.07ની એવરેજથી 13 વિકેટ લીધી છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં સિરાજના નામે પાંચ વિકેટનો રેકોર્ડ છે.

ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે, જે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનારી ICC ઈવેન્ટ પહેલા ટીમ માટે મોટો આંચકો છે. બુમરાહ પીઠના દુખાવાની ગંભીર સમસ્યાથી પરેશાન છે અને તેને મહિનાઓ સુધી ટીમની બહાર રહેવું પડી શકે છે.

દક્ષિણ આફ્રિકા સામે ટી20 માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (ડબ્લ્યુકે), દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ, હર્ષલ પટેલ, દીપક ચાહર, ઉમેશ યાદવ, શ્રેયસ ઐયર, શાહબાઝ અહેમદ, મોહમ્મદ. સિરાજ

Most Popular

To Top