Trending

મહિલાઓને જોઈને કરતો હતો ઈશારા,દારૂ-નોનવેજનો શોખીન આ વાનર કાપી રહ્યો છે ‘ઉમરકેદ’

નવી દિલ્હી : મિર્જાપુરની (Mirjapur) વેબ સિરીઝ ઉપર કાલીન ભૈયા અને ગુડડ્ડૂ ભૈયાની વાર્તાઓ આપણે સૌ કોઈ જોઈ અને વખાણી હશે,પણ મિર્જાપુરના ‘કાલિયા’ની (Kalia) કહાની નવી છે. આ કાલિયા’ કોઈ વ્યકિત નથી પણ એક વાનર (Monkey) છે. જેણે મિર્જાપુરમાં ખુબ દેહશત ફેલાવી રાખી હતી. ‘કાલિયા’ નામના વાનરથી મહિલાઓ અને બાળકોમાં તો રીતસર ધ્રુજારી છૂટી જતી હતી. અત્યારસુધી કાલીયાએ લગભગ 250 મહિલાઓ (Women) અને બાળકોને (Children’s) નિશાન બનવીને તેમને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા હતા. ત્યારબાદ વન વિભાગે તેને પકડી લઇ ‘આજીવન કારાવાસ’ની સજા સંભળાવી હતી. હાલ તેને સજાના ભાગ રૂપે કાનપુરના પ્રાણી સંગ્રહલયમાં મોકલી આપ્યો છે.

તે માત્ર મહિલાઓ ને બાળકોને જ તેનો શિકાર બનાવતો હતો
ઉત્તરપ્રદેશના મિરઝાપુર પાંચ વર્ષ પહેલા કાલીયા નામના એક વાનરે ભારે આંતક ફેરલવ્યો હતો.તે મહિલાઓ અને બાળકોને જોઈ તેમને કરડવા દોડતો હતો. તે માત્ર મહિલાઓ ને બાળકોને જ તેનો શિકાર બનાવતો હતો.તેને 250 જેટલા લોકોને તેનો શિકાર બનાવીને બાચકા ભર્યા હતા.અને ત્યારબાદ પાંજરું મૂકી તેને પકડી લેવામાં આવ્યો હતો.હાલ તે કાનપુરના પશુ ચિકિત્સાલયના ડોકટર નાસીરે તેને મીરજાપૂર માંથી પકડી લીધો હતો.અને ત્યારથી જ કાલિયા કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં છે.

તેના સ્વભાવમાં કોઈજ પરિવર્તન નથી આવ્યું
કાલીયાને પ્રાણી પ્રાણી સંગ્રહાલયમાં 5 વર્ષ થયા છે.ત છતાં તેના વ્યવહારમાં હજુ સુધી કોઈ પણ પરિવર્તન નથી આવ્યું.તે કારણોથી જ તેને આઝાદ કરવામાં નથી આવી રહ્યો. અને તેની ‘ઉમરકેદ’ની સજા હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે.જોકે કાનપુર પ્રાણી સંગ્રહાલયમાં ઘણા શેતાન વાનરો છે જેમને હાલ આઝાદ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.પણ કાલિયાને આઝાદ કરવામાં આવશે નહિ.તે આજન્મ કેદમાં જ રહેશે.જેનું મુખ્ય કારણ તેનો સ્વભાવ હોવાનું કહેવાઈ રહ્યું છે તે હજુ પણ અટેક કરવા માટે દોડે છે.

મહિલાઓને ઈશારા કરવાની પ્રવૃત્તિમાં કોઈ સુધાર નથી આવ્યો
ઝૂમાં આવતી મહિલાઓને જોઈ તે હજુ પણ ચેનચાળા કરે છે. તેના આ વર્તનમાં કોઈ સુધાર નથી દેખાઈ રહ્યો.કાલિયા મહિલાઓને જોઈને અલગ-અલગ ઈશારા કરે છે અને ત્યારબાદ કંઈક ગણગણાટ કરવા માંડે છે. તેને જેલ થયાને 5 વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ તેમ છતાં તે મહિલાઓને જોઈને અભદ્ર ઈશારાઓ કરવાની હરકતો કર્યા જ કરે છે.અને તેની હુમલો કરવાની વૃત્તિ અને પાછળ પણ દોડવાની ક્રિયામાં હજુ પણ કોઈ સુધારો નથી દેખાઈ રહ્યો. જેના કારણે તેને ગેટની બહાર કાઢવામાં આવતો નથી.

એક તાંત્રિકે તેને પાળીને રાખ્યો હતો
પ્રાણી સંગ્રહાલય ડૉ. મોહમ્મદ નાસિરે જણાવ્યું કે કાલિયાને એક તાંત્રિકે પાળી રાખ્યો હતો. તે તેને ખાવા માટે માંસ અને પીવા માટે દારૂ આપતો હતો. જેના કારણે તેનો સ્વભાવ હિંસક બની ગયો છે. અને જ્યારે તાંત્રિકનું મૃત્યુ થયું ત્યારે તેણે લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ પછી વન વિભાગે તેને પકડી લીધો હતો. કાનપુર ઝૂઓલોજિકલ પાર્કના પશુચિકિત્સક ડૉ. મોહમ્મદ નાસિરે જણાવ્યું કે કાલિયાના આગળના દાંત ખૂબ જ શાર્પ કટર જેવા છે અને તે જે વ્યક્તિને કરડે છે તેનું આખું માંસ કાઢી નાખે છે.

Most Popular

To Top