Gujarat

ગુજરાતમાં ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી, આ દિવસે આવશે વરસાદ

ગાંધીનગર: કેરળ(Kerala)માં ગત તા.29મી મેના રોજ ચોમાસુ(Monsoon) બેસી ગયું છે ત્યારે હવે ગુજરાત(Gujarat)માં પણ ચોમાસુ સારૂ અને વહેલુ રહેશે, તેમ હવામાન વિભાગે અમદાવાદમાં જાણકારી આપી છે.

  • ગુજરાતમાં 15 જૂનથી વરસાદની સંભાવના
  • વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન : વાદળછાયા વાતાવરણથી ગરમીમાં ઘટાડો

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી 1લી જૂન તથા 2જી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ત્યાર બાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે.

15 જુને વરસાદ આવવાની સંભાવના
કેરળમાં નેઋત્યનું ચોમાસું તા.29 મેના રોજ શરુ થયું હતું અને દર વખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે, ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસની અંદર ગરમીમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જેના પગલે ગરમીમાં રાહત રહેશે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

મોટા શહેરોમાં તાપમાનનો પારો
અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 41  ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભવિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 34  ડિ.સે., વલસાડમાં 36 ડિ.સે., ભૂજમાં 38 ડિ.સે., નલિયામાં 34  ડિ.સે., કંડલા પોર્ટ પર 37 ડિ.સે., કંડલા એરપોર્ટ 39 ડિ.સે., અમરેલી 40 ડિ.સે., ભાવનગરમાં 41 ડિ.સે., રાજકોટમાં 40 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top