Trending

ભારતીય છોકરીઓ આટલા પગાર વાળો પાર્ટનર પસંદ કરે છે! મેટ્રિમોનિયલ સાઈટની સ્ટડીનો દાવો

લગ્નને (Marriage) પવિત્ર બંધન માનવામાં આવે છે. પણ કહેવાયને કે પ્રેમ છે એમ બોલવા માત્રથી જીંદગી (Life) ન જીવાય જીવવા માટે અને મોજોશોખ પૂરા કરવા માટે પૈસા (Money) જરૂરી છે. ગમે એટલો પ્રેમ હોય પણ જો પૈસા નથી તો પ્રેમ પણ આઘો રહી જાય છે. ભારતની સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિ કરતા થોડી અલગ છે. વિવાહને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં જો પરણેલો પુરુષ કે સ્ત્રી કોઈ બીજાને ખરાબ દૃષ્ટિએથી જોઈ તો પાપ ગણાય છે. આ વચ્ચે મેટ્રિમોનિયલ સાઈટની સ્ટડીમાં એક દાવો કરવામાં આવ્યો છે.

આમ તો છોકરીઓને સારો દેખાતો હોય, સારું કમાતો હોય, તેને સમજી શકતો હોય તેવાં છોકરાઓ ગમતા હોય છે. આ ઉપરાંત જયારે અરેન્જ મેરેજ પણ કરાવવામાં આવતા હોય છે ત્યારે આ જ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. છોકરાનો પરિવાર, છોકરો તેનો અભ્યાસ, છોકરાની નોકરી અને તેનો પગાર જોઈને છોકરી આપવી કે નહિં તે અંગે માતા પિતા ચર્ચા કરી છોકરીને પરણાવી દે છે. પણ હવે જમાનો એવો આવી ગયો છે જેમાં છોકરીઓને પણ છોકરાઓની સમાન ગણવામાં આવે છે. દરેક ક્ષેત્રે છોકરીઓએ નામના કમાવી છે. પણ જો લગ્નની વાત આવે તો છોકરીને પણ છોકરો તેના કરતા વધુ કમાતો હોય તેવો જોઈએ છે. મેટ્રિમોનિયલ સાઈટની સ્ટડીમાં એક દાવો કરવામાં આવ્યો છે કે છોકરીઓને અમુક સેલેરી મળતી હોય તેવા છોકરાઓ વધુ પસંદ આવે છે.

જાણકારી મુજબ જે છોકરાઓની સેલેરી ઓછી હોય છે તે છોકરાઓને છોકરીઓ ઓછાં પસંદ કરતા હોય છે. વધારે સેલેરી વાળા છોકરાઓને છોકરીઓ પ્રાયોરિટિ આપતી હોય છે. અવે સવાલ એ છે કે વધારે સેલેરી એટલે કેટલી સેલેરી હશે. તો સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય છોકરાઓ જેની સેલેરી વર્ષની 7થી 10 લાખ રુપિયા હોય તેવા છોકરાઓને છોકરીઓ પસંદ કરી રહી છે. આ ઉપરાંત જેની વર્ષની ઈનકમ 30 લાખ કરતા વધુ છે તેવા છોકરાઓને છોકરીઓ પહેલા પસંદ કરી રહી છે. આ ઉપરાંત જેની પાસે સારા સેલેરી ગ્રેડ સાથે પ્રોપર્ટી હોય છે તે છોકરીઓની પહેલી પસંદગી હોય છે.

Most Popular

To Top