Dakshin Gujarat

અંકલેશ્વરમાં તસ્કરો ઈકો કાર લઈને આવ્યા અને વરના કાર લઈ ગયા

ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટ (Apartment) પાસે પાર્ક કરેલ ફોર વ્હીલની ચોરી (Theft) કરી ફરાર થઇ રહેલા વાહન ચોરો (Vehical Thief) સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ઇકોકાર લઈ આવેલા બે તસ્કરો રાતે પાર્ક કરેલી વરના કાર લઈ ફરાર થઇ ગયા હતા.

  • કોસમડી ગામના ગોલ્ડન ટાવર નજીક પાર્ક કરેલ કારની ચોરી
  • ચોરી કરી ફરાર થઇ રહેલા વાહન ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા

અંકલેશ્વર પંથકમાં પેહલા કાર લઈ આવતા તસ્કરોએ ઇકો કારના સાયલેન્સર ચોરીનો તરખાટ મચાવ્યો હતો. જે બાદ કાર લઈ બકરાં ચોરી કરતી ટોળકીએ પશુપાલકોને હેરાન પરેશાન કરી દીધા હતા. હવે અંકલેશ્વરમાં ઇકો કાર લઈને આવેલા તસ્કરો વરના કાર ઉઠાવી ગયા હોવાની ઘટના અને તેના CCTV સામે આવ્યા છે.

મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા મનીરૂલ નજરૂલ શેખએ ગત 16મી માર્ચના રોજ પોતાની સિલ્વર કલરની વરના કાર નં. જીજે-15-પીપી-6623 એપાર્ટમેન્ટના આગળના ભાગે પાર્ક કરી હતી. કાર માલિક બે દિવસ બાદ પોતાની માતાની દવા લેવા જવાની હોવાથી બહાર નીકળ્યા હતા. તે સમયે તેણે પાર્ક કરેલ તેની કાર મળી આવી ન હતી. કારની આસપાસમાં શોધખોળ છતાં નહિ મળતા અંતે તેઓએ એપાર્ટમેન્ટમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. CCTVમાં 18મી માર્ચના રોજ રાતના સમયે ઇક્કો કાર લઇ આવેલ 2 વાહન ચોરો પૈકી એક વાહન ચોર કારની ચોરી કરતા નજરે પાડ્યો હતો. ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી

Most Popular

To Top