World

જાપાનના PM કિશિદા ફ્યુમિયોએ PM મોદી પાસે કરી આ માગ, ભારત મૂંઝવણમાં મૂકાયું

નવી દિલ્હી: જાપાનના (Japan) પ્રધાનમંત્રી (PM) કિશિદા ફુમિયો 2 દિવસ ભારતની (India) મુલાકાતે છે. તેમણે ભારતના પ્રાધનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેઓએ કહ્યું કે ભારત અને જાપાન જૂના મિત્રો છે. બંને દેશોના સંબંધ એટલા મજબૂત રહ્યાં છે કે દરેક ચઢતી પડતીમાં બંને દેશો એકબીજા સાથે રહ્યાં છે. સોમવારે ભારતની મુલાકાતે આવેલા જાપાનના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સમક્ષ એક એવી માગ કરી છે જેના કારણે ભારત પણ વિચારમાં પડી ગયું છે. આ માગને કેવી રીતે પૂરી કરવી એ માટે મોટો સવાલ ઉભો થયો છે.

જાપાનના પ્રધાનમંત્રીની આ માગ પર ભારત કેવી પ્રતિક્રિયા આપશે અને બંને દેશોના સંબંધો પર તેની શું અસર પડશે તે અંગે હાલ કંઈ કહી શકાય એમ નથી. જાપાન એવો દેશ છે જે ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સાથે ક્વાડમાં સામેલ છે. ભારત સાથે તેના સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો ઈચ્છે છે કે યુક્રેન પર હુમલો કરવા બદલ ભારતે રશિયા પર કડક વલણ અપનાવવું જોઈએ. ભારત માટે દુવિધા એ છે કે જાપાન અને રશિયા બંને તેના સારા મિત્રો છે. જ્યારે કિશિદા ઈચ્છે છે કે ભારત જાપાન અને રશિયા વચ્ચે પસંદગી કરે. જો કે રશિયા ભારતનું પરંપરાગત ભાગીદાર છે અને રશિયા ભારતને મોટા પ્રમાણમાં તેલ અને શસ્ત્રોની નિકાસ કરે છે. ભારત માટે આ નિર્ણય લેવો ધણો મુશ્કેલ હશે.

G-7 દેશોના નેતાઓએ કહ્યું છે કે તેઓ યુક્રેનને સમર્થન આપશે. G-7 દેશો પણ G-20ના સભ્ય છે. આ દેશો વિવિધ પગલાઓ પર ચર્ચા કરી રહ્યા છે જેના હેઠળ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયાથી નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલની કિંમત નક્કી કરવા દબાણ કરી શકાય. ભારત અને અન્ય G-20 દેશો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી રહ્યા છે.

Most Popular

To Top