Dakshin Gujarat

બાઈક સવાર નિવૃત્ત શિક્ષકના અકસ્માતના CCTV ફૂટેજ શોધી યુવાનોએ કર્યું આવું જોરદાર કાર્ય

ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના કૂકેરી ગામે ત્રણ દિવસ પૂર્વેના અકસ્માતના (Accident) બનાવમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવી કેમેરાના (CCTV Camera) ફૂટેજ ખંગોળી અકસ્માત કરી ભાગી જનાર પીકઅપ ચાલકને શોધી કાઢતા પોલીસે (Police) ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

  • યુવાનોએ સીસીટીવીના ફૂટેજ ખંગોળી અકસ્માત કરી ભાગી જનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો
  • કૂકેરીમાં બાઇક સવાર નિવૃત્ત શિક્ષકનું મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો

કૂકેરીમાં ત્રણેક દિવસ પૂર્વે સુરખાઇ અનાવલ માર્ગ ઉપર કૂકેરી પ્રાથમિક શાળા પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોટર સાયકલ સવાર સ્થાનિક નિવૃત્ત શિક્ષક જયસિંહભાઇ ડાહ્યાભાઇ પરમારનું મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક મોટર સાયકલને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. ઉપરોક્ત બનાવ બાદ સ્થાનિક યુવાનો દ્વારા સુરખાઇ-અનાવલ માર્ગ ઉપર સુરખાઇ, કૂકેરી, માધાતળાવ, ધોળીકૂવા સહિતના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરતા બનાવના સમયની આસપાસ એક બોલેરો પીકઅપ પૂરપાટ ઝડપે પસાર થતી હોવાનું નજરે પડયું હતું.

આ બોલેરો પીકઅપ જ શંકાસ્પદ જણાતા યુવાનો દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરતા આજે પીકઅપનો ચાલક અકસ્માત કરી ભાગી ગયો હોવાનું બહાર આવતા પોલીસે આ જી.જે. 19 એકસ 9805 નંબરની પીકઅપનો ચાલક નરેશ લલ્લુભાઇ પટેલ (રહે. તરકાણી નવા ફળીયા તા. મહુવા, જી. સુરત)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ કૂકેરીના અકસ્માતના બનાવમાં સ્થાનિક યુવાનોની મહેનત રંગ લાવી હતી અને આ યુવાનોએ મહેનત કરવાથી શોધવાથી બધુ જ મળેની યુક્તિને સાર્થક કરી હતી.

Most Popular

To Top