મનોજ બાજપાઈ કોરોના પોઝિટિવ, ઘરે જ ઈલાજ ચાલુ

બોલીવૂડમાં રણબીર કપૂર ( RANBIR KAPOOR) અને સંજય લીલા ભણસાલી ( SANJAY LEELA BHANSHALI) બાદ હવે મનોજ બાજપેયીનો ( MANOJ BAJPAI) પણ કોરોના ટેસ્ટ ( CORONA TEST) પોઝિટિવ ( POSITIVE) આવ્યો છે. મનોજ બાજપાઇએ પોતાની જાતને ઘરમાં જ આઇસોલેટ કરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોજ બાજપેયી તેમની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેને કોરોના વાયરસનો ભોગ બનવું પડ્યું હતું . રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે.

અભિનેતાની ટીમે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘દિગ્દર્શક કોવિડ 19 ( COVID – 19) નો શિકાર બન્યા પછી મનોજ બાજપેયી પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફિલ્મનું શૂટિંગ થોડા મહિનાઓથી અટકી ગયું છે.આ સમયે બાજપાઈ એકદમ સારા છે અને ઘરે જ અલગ રહીને પૂરેપુરી કાળજી લઈ રહ્યા છે.

મનોજ બાજપેયી જલ્દીથી ‘ફેમિલી મેન 2’ ( FAMILY MAN 2 ) માં જોવા મળશે. આ શ્રેણી પ્રાઇમ વિડિઓ પર રજૂ કરવામાં આવશે. તેનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આ દિવસોમાં મનોજ તેની આગામી ફિલ્મ ડેસ્પેચનું (Despatch) શૂટિંગ કરી રહ્યા હતા. જે ઓટીટી પ્લેટફોર્મ (OTT PLATFORM) પર રિલીઝ થવાની છે.

અગાઉ રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલીનો કોરોના રિપોર્ટ પણ સકારાત્મક આવ્યો છે. આ કારણે ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ બંધ થઈ ગયું છે. રણબીર કપૂરની માતા નીતુ સિંહે ( NITU SINH) માહિતી આપતા જણાવ્યું કે રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂરની તસવીર શેર કરતા નીતુ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘તમારી બધી ચિંતાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર. રણબીરની કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તેઓ તેની દવાઓ લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ સુધરી રહી છે. ‘

બીજી તરફ નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલીની કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળતાં ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના આખા યુનિટમાં હંગામો મચી ગયો હતો. આ પછી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને આખા યુનિટનું ફરી કોરોના ટેસ્ટ થઈ રહી છે. ફિલ્મની હિરોઇન આલિયા ભટ્ટ ( Alia BHATT) નો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Related Posts