National

હિમાચલના કુલુમાં બસ ખીણમાં ખાબકતા સ્કૂલના બાળકો સહિત 16ના મોત

મનાલીઃ હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુ (Kullu) જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં 16થી વધુ લોકોના મોત (Death) થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં શાળાના બાળકો પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

  • કુલ્લુના સાંજ વિસ્તારમાં દુ:ખદ ઘટના બની
  • બસમાં સ્કૂલના બાળકો સહિત 40થી વધુ મુસાફરો સવાર હતા
  • ખાનગી બસ રોડથી 200 મીટર દૂર પડી હતી
  • ઘણા બાળકો સહિત અત્યાર સુધીમાં 16 મૃતદેહો બહાર આવ્યા છે
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મળતી માહિતી મુજબ, કુલ્લુ જિલ્લાના શૈનશર, સાંજમાં એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસ જંગલા ગામથી લગભગ 200 મીટર દૂર પડી છે. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે. જેમાં એક વિદ્યાર્થીની પણ છે. ત્યાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોમાં બસના ડ્રાઈવર અને ઓપરેટર ઉપરાંત એક મુસાફરનો સમાવેશ થાય છે.

બસમાં ખરાબ રીતે ફસાયેલા મૃતદેહ
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સોમવારે સવારે લગભગ 8.30 વાગ્યે થઈ હતી. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. ડેપ્યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે જણાવ્યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો મોટો હતો કે બસ થંભી ગઈ હતી. બસની અંદર લોકોના મૃતદેહ ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવું ​​મુશ્કેલ હતું.

Most Popular

To Top