Columns

પ્રેમ અને પસંદ

એક દિવસ ભગવાન બુધ્ધને તેમના શિષ્યે પૂછ્યું, ‘ભગવન સાચો પ્રેમ અને પસંદમાં અંતર શું છે?? ભગવાન બુધ્ધે કહ્યું, ‘આ બાગમાં અનેક ફૂલો ખીલ્યા છે તેમાંથી કોઈ એક તમને બહુ ગમી જાય તો  શું કરો???’ એક શિષ્યએ કહ્યું, ‘પ્રભુ તેને તોડીને તમારા ચરણોમાં અર્પણ કરું.’ બીજા શિષ્યે કહ્યું, ‘તેને જાળવીને તોડીને ફૂલદાનમાં સજાવું.’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘તેને ફૂલમાળામાં વચ્ચે વણી લઈને ભગવાનની મૂર્તિને પહેરાવું.’ ચોથા શિષ્યે કહ્યું, ‘તોરણમાં સજાવું…’વગેરે વગેરે જવાબ મળ્યા.

ભગવાન બુધ્ધ બોલ્યા, ‘હજી કોઈને કોઈ જવાબ આપવો છે??’ કોઈ કઈ બોલ્યું નહિ.ભગવાન બુધ્ધે કહ્યું, ‘તમે બધાએ તમને પસંદ પડેલા, બહુ ગમેલા ફૂલનો તમારી મનની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરશો તે જણાવ્યું.ગમતું વસ્તુનો પોતાની રીત અને પસંદ પ્રમાણે ઉપયોગ કરવો એ માત્ર પસંદ છે.’ શિષ્યએ પૂછ્યું, ‘પણ ભગવન જેને પ્રેમ કરીએ તે જ પસંદ આવે ને..?’ ભગવાન બુધ્ધે કહ્યું, ‘હા સાચી વાત છે પણ જય સાચો પ્રેમ હોય ત્યાં માત્ર પોતાની પસંદનો અને ઈચ્છાનો ખ્યાલ ન હોય જો તમે ફૂલને સચ દિલથી ચાહો તો તેની ખુશી વિચારો …ફૂલની ખુશી મનભરીને છોડ પર લહેરવામાં જ છે ..

તમે તેની કાળજી કરો ..કોઈ તેને તોડે નહિ તેનું ધ્યાન રાખો ..તેને પાણી અને પોષણ આપો..અન તમે તેને તમારા ઉપયોગ માટે તો ન જ તોડો.’ ભગવાન બુદ્ધે શિષ્યોને પસંદમાં છુપાયેલા સ્વાર્થી પણાનો અને પ્રેમમાં છુપાયેલી નિષ્ઠા વચ્ચેનો તફાવત સમજાવ્યો. આ વાતમાં જીવનના સબંધો , પ્રેમ લાગણી નુ રહસ્ય છે અને એથી આગળ વધીને પ્રભુ ભક્તિનું પણ રહસ્ય છે.

જીવનમાં પણ કોઇપણ સબંધમાં તમે તેની પર માલિકીભાવ રાખી મન મરજી મુજબ ઉપયોગ કરશો તો તે માત્ર પસંદ છે પ્રેમ નહિ.તમે જેને સાચો પ્રેમ કરો તેનું રક્ષણ કરો …તેને સાથ આપો ..પોષણ આપો તેનો તમારી રીતે ,તમારા સ્વાર્થ માટે ઉપયોગ ન કરો.તો જ તે સાચો પ્રેમ સાબિત થશે. પ્રભુ ભક્તિમાં પણ જો આ પને ઈશ્વરને પ્રેમ કરશું તો ભક્તિનો દેખાડો નહિ કરીએ ..તેની પાસે કોઈ માંગણી નહિ કરીએ…કોઈ શર્ટ નહિ મુકીએ કે મારું આ કામ થાય તો હું આમ પૂજા કરું..ભક્તિ નો શ્રધ્ધા સાથે સતત કરતા રહેશો ..સંપૂર્ણ પ્રેમ સાથે તો ઈશ્વર તમારા કામ કરવા નહિ આવે પણ ચોક્કસ તમે તમારા કાર્યો કરી શકો એટલી શક્તિ આપશે.જરૂર છે માત્ર નિઃસ્વાર્થ પ્રેમની…..
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top