Gujarat

આ કારણે રાજ્યમાં સવા લાખથી વધુ લોકોનું લાયસન્સનું કામ અટકી ગયું

ગાંધીનગર: રાજ્યમાં સવા લાખથી વધુ નાગરિકોના ડ્રાઈવિંગ લાયસન્સ (Driving license) અટકી ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશકેલી પડી રહી છે. પાકુ લાયસન્સ ન હોવાના કારણે ઈન્સ્યોરન્સ, બેંક સહિતના દસ્તાવેજના કામોની પ્રક્રિયાઓ અટકી ગઈ છે. વાહન વ્યવહારમંત્રીએ પણ આ સમસ્યાનો સ્વીકારતા જણાવ્યું કે રાજ્યમાં લાયસન્સ અંગેની સમસ્યા તો છે. પરંતુ સરકાર તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરી રહી છે.

  • રાજ્યમાં સવા લાખથી વધુ લોકોના ડ્રાઈવિંગ લાયસન્સ અટક્યા
  • રાજ્યના વાહનવ્યવહાર મંંત્રીએ આ સમસ્યાનો સ્વીકાર કર્યો
  • લાયસન્સ બનાવવી ચિપના અભાવના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં લાયસન્સ બનાવવાની કામગીરી અટકી
  • માત્ર અમદાવાદ શહેરમાં જ 18 હજાર જેટલા લાયસન્સનું કામ અટકી ગયું
  • RTO તરફથી લોકોને અપીલ કરવામાં કે ડિજિટલ લાયસન્સનો ઉપયોગ કરી શકો છો

રાજ્યમાં અમદાવાદ, સુરત સહિતાના શહેરોમાં પાકા લાયસ્નસન બનાવવાની કામગીરી અટકી પડી છે. વાહન વ્યવહારમંત્રીના જણાવ્યા અનુસાર લાયસન્સ માટે વપરાતી ખાસ ચિપ ઉપલબ્ધ ન હોવાથી નવા લાયસન્સ બની રહી રહ્યા નથી. જેના માત્ર અમદાવાદ શહેરમાં જ 18 હજાર જેટલા લાયસન્સનું કામ અટકી ગયું છે. રાજ્યભરમાં આ આંકડો સવા લાખથી વધુનો નોંધાયો છે.

ગત મે મહિનામાં લાયસન્સના સ્માર્ટ કાર્ડ ખુટી પડ્યા હતા. જેથી RTOમાં કામગીરી ધીમી થઈ ગઈ હતી. અને કેટલાક RTOમાં મે મહિનામાં લાયસન્સ ડિસ્પેચ કરવાના જ બંધ કરી દીધું હતું. ત્યારે RTO તરફથી લોકોને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી લાયસન્સ ન આવે ત્યાં સુધી તેઓ ડિજિટલ લાયસન્સનો ઉપયોગ કરી શકે છે.

રાજ્યમાં નાગરિકોને પાકુ લાયસન્સ ન મળવાની વાત રાજ્ય સરકારના મંત્રી સ્વીકારી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લાયસન્સ બનાવવા માટેની ચિપ નથી અને રાજ્યમાં આ ચિપનો અભાવ છે. પરંતુ ઝડપથી લોકોને લાયસન્સ મળી જશે તેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એક મહિના જેટલા સમયથી લાયસન્સની કામગીરી અટકી જતા લાયસન્સ ધારકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ના કારણે અનેક લોકોના બેંક અને ઈન્સ્યોરન્સના કામ પાકુ લાયસન્સના અભાવે અટકી ગયા છે. ત્યારે જલ્દી જ લાયસન્સની અટકેલી કામગીરી શરૂ કરામાં આવે તેવી લોકોની માંગ કરી રહ્યાં છે.

Most Popular

To Top