Trending

પ્રેમીને મળવા યુવતી બાંગ્લાદેશથી તરીને ભારત આવી પછી…

બાંગ્લાદેશ(Bangladesh): ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ આ ગીતને એક યુવતી(Women)એ સાચું સાબિત કરી બતાવ્યું છે. આ યુવતીએ પ્રેમમાં પોતાની તમામ હદો પાર કીર દીધી હતી. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે બાંગ્લાદેશથી તરીને ભારત(India) આવી હતી. જો કે આ યુવતીની પોલીસે ધરપકડ કરી છે અને તેને બાંગ્લાદેશ પરત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ફેસબુકથી થયો પ્રેમ
આ યુવતીનું નામ કૃષ્ણા મંડળ છે. જે 22 વર્ષની છે. કૃષ્ણા મંડળની ફેસબુક દ્વારા ભારતમાં રહેતા આશિક મંડલ સાથે મિત્રતા થઈ હતી. આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ લગ્નમાં મોટી અડચણ એ હતી કે કૃષ્ણા બાંગ્લાદેશમાં હતી અને આશિક ભારતમાં. તેમજ કૃષ્ણા પાસે પાસપોર્ટ ન હતો, તેથી તેને ભારતમાં પ્રવેશ મળતો નહતો. કંટાળીને તેણે સુંદરબન ડેલ્ટા તરીને ભારત આવવાનો નિર્ણય કર્યો.

કૃષ્ણ મંડલે લગ્ન કર્યા પણ પછી પોલીસને થઇ જાણ
કૃષ્ણા અંદાજે એક કલાક નદીમાં તરીને ભારતની સીમામાં પહોચી હતી. ત્યારબાદ તે પોતાના પ્રેમીને મળવા પહોંચી ગઈ હતી. ત્યારબાદ બંનેએ ગત અઠવાડીયાએ કોલકાતાના મંદિરમાં લગ્ન કરી લીધા છે. પોલીસને જ્યારે આ વાતની ખબર પડી કે કૃષ્ણા પાસપોર્ટ વિના ભારત આવી છે. ત્યારે તેમણે કૃષ્ણાની ધરપકડ કરી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કૃષ્ણા પાસે ભારત આવવા માટે જરૂરી દસ્તાવેજો ન હતા. જેથી તેને બાંગ્લાદેશ બોર્ડર પર અધિકારીઓને સોંપી દેવામાં આવશે. જો કે કૃષ્ણાની ધરપકડ અને તેને બાંગ્લાદેશ મોકલી દેવાની વાતથી પતિ આશિક મંડલ ખૂબ પરેશાન છે અને કાયદાની મદદ લેવાનું વિચારી રહ્યા છે.

અગાઉ બાળક ચોકલેટ લેવા આ રીતે ભારત પહોંચ્યો હતો
આ પ્રકારની ઘટના અગાઉ પણ એક વાર બની ચુકી છે. જેમાં એક બાળક ચોકલેટ લેવા માટે સુંદરબન તરીને ભારતમાં ઘુસ્યો હતો. ત્યારે કોર્ટે તેને 15 દિવસની જેલની સજા આપી હતી.

Most Popular

To Top