SURAT

150 કરોડની સંપતિ છોડીને મુંબઈ વાલકેશ્વરના હીરાના વેપારી દીક્ષા લેશે

સુરત: (Surat) વેસુમાં સામુહિક દિક્ષા (Diksha) મહોત્સવમાં રવિવારે વધુ એક મુહૂર્ત મુંબઇના (Mumbai) ડાયમંડના વેપારીને (Diamond Trader) અપાતાં દિક્ષા આંક 75 પર પહોંચ્યો છે. રવિવારે દિક્ષાર્થીઓનો વરઘોડો પણ નીકળ્યો હતો. શહેરના માર્ગો પર જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે લોકો વરઘોડાનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવકો ઊમટી પડ્યા હતા. દિક્ષાર્થીઓએ શણગારેલી બગી પરથી વસ્ત્રો આદિનું ભરપુર વર્ષીદાન કર્યું હતું.

  • ગજરાજ અને વિવિધ આકર્ષણો સાથે દિક્ષાર્થીઓનો વરઘોડો રાજમાર્ગ પર ફર્યો : દિક્ષાર્થીઓએ ભરપૂર વર્ષીદાન કર્યું
  • 75 દીક્ષાર્થીઓ સત્તા-સંપતિ-સ્વજનોની મોહ-માયા છોડીને સાધુ બનવા જઈ રહ્યા છે

વેસુ અઘ્યાત્મ નગરીમાં તા-29મી નવેમ્બરે દિક્ષાધર્મ મહાનાયક યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય વાણીથી વાસિત મૂળ જુના ડીસાના તથા હાલ મુંબઈ વાલકેશ્વરમાં રહેતા નીતિનભાઈ લહેરચંદભાઈ શાહે 66 વર્ષની વયે વૈભવ, પ્રતિષ્ઠા બધુ છોડીને સંયમમાર્ગે ચાલવા નિર્ધાર કર્યો હતો. સૂરિરામના તારક વચનોથી સંસ્કરણ પામેલા તેઓનો પાલીતાણામાં 8 વર્ષ પહેલાં કરેલા ચાતુર્માસ માં અધ્યાત્મસમ્રાટ ગુરુયોગની વાણીથી વૈરાગ્ય પ્રબળ બન્યો. પત્ની અને સંતાનોએ સંમતિ આપી છે. આમ હવે 75 દિક્ષાર્થીઓમાં વધુ એક અતિ ધનાઢ્ય સંપત્તિ છોડી રહ્યાં છે.

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા છે. આ સિંહસત્વોત્સવમાં સામૂહિક દિક્ષામાં ઉપધાન તપના લાભાર્થી પરિવાર સંઘવી શાંતિલાલ એનોપચંદ સણવાલ નિવાસીનો યુવરાજ સમ પુત્ર મન તથા ભાણેજ દર્શીની વરસીદાન યાત્રાનું તેમના દ્વારા આયોજન કરાયું હતું. જેમાં સાથે તેમના પરિવારના દિક્ષાર્થીઓ રિધમકુમાર તથા અભિષેક કુમાર તેમજ તા-26 મી એ દિક્ષા લેનાર સણવાલ ની ભાણેજો આંગી તથા ઋજુ પણ સામેલ હતા.

વર્સીદાન યાત્રામાં આગળ બાળકો સાયકલ ચલાવતા હતા. તો વિવિધ બેન્ડ અને આદિવાસી નૃત્ય મંડળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બે હાથી જે રીતે મન તથા દર્શી નો રથ ખેંચતા હતા ત્યારે વાતાવરણ દિક્ષાર્થીઓના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું. આમ, 75 દિક્ષાર્થીઓ સત્તા-સંપતિ-સ્વજનોની મોહ-માયા છોડીને સાધુ બનવા જઈ રહ્યા છે.

Most Popular

To Top