Sports

આજે મુંબઇમાં જામશે બિગ હિટર્સ વચ્ચે રોમાંચક જંગ

સોમવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં લોકેશ રાહુલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને સંજૂ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાનું અભિયાન પ્રારંભશે ત્યારે બંને ટીમની નજર જીત પર રહેશે અને તમામ ક્રિકેટ ચાહકોની નજર બંને ટીમમાં હાજર બિગ હિટર્સ પર મંડાયેલી રહેશે.

રાજસ્થાન રોયલ્સની ટીમ આક્રમક ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પર મહદઅંશે નિર્ભર રહેશે, સ્ટોક્સ પહેલી મેચથી જ રિધમ પકડી લેવાનો પ્રયાસ કરશે તો તેની સાથે જોસ બટલર અને કેપ્ટન સંજૂ સેમસ પણ સારી શરૂઆત કરવા માગશે. રોયલ્સની ટીમ યુવા પ્રતિભાશાળી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે, જ્યારે સેમસન ત્રીજા તો સ્ટોકસ મિડલ ઓર્ડરમાં બેટિંગમાં આવશે. રાજસ્થાન રોયલ્સનું આ ટોપ ઓર્ડર રિધમમાં આવે તો કોઇપણ ટીમના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. રોયલ્સની પાસે શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, રાહુલ તિવેટીયા, રિયાન પરાગ અને લિયામ લિવિંગસ્ટોન જેવા ઓલરાઉન્ડર પર છે.

સામા પક્ષે પંજાબની બેટિંગ લાઇનઅપ પણ વાનખેડેની બેટિંગને અનુરૂપ વિકેટ પર કોઇપણ હરીફ ટીમ માટે જોખમી બની શકે છે. કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ જેવા આક્રમક બેટ્સમેનોની સાથે હવે તેમા ડેવિડ મલાન અને તમિલનાડુનો શાહરૂખ ખાન અને નિકોલસ પૂરન તેમની પાસે છે. જો તેમનું ટીમ સંયોજનનો યોગ્ય રહેશે તો તેઓ લાંબે સુધી આગળ જવાની કાબેલિયત ધરાવે છે. શાહરૂફને દીપક હુડ્ડા અને સરફરાઝ ખાન પર પ્રાથમિકતા મળી શકે છે અને તે ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી શકશે.

Most Popular

To Top