Gujarat

રાજ્યમાં કોરોનાના ખપ્પરમાં એક જ દિવસમાં 54 હોમાયા, નવા 5469 દર્દી

આજે રવિવારે કોરોનાના મહામારીના કારણે રેકોર્ડબ્રેક 54 દર્દીઓનાં મૃત્યું થતાં હાહાકાર મચી ગયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 4800 દર્દીઓનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 5469 કેસો નોંધાયા છે. જ્યારે વધુ 54 દર્દીઓનાં મોત થયાં છે. એકલા અમદાવાદ શહેરમાં 19 દર્દીઓનાં મોત થયાં છે.

જ્યારે અમદાવાદ શહેરમાં 1504 કેસો અને સુરત શહેરમાં 1087 કેસો નોંધાયા છે. આમ અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5469 કેસો નોંધાયા છે. જયારે 54 દર્દીઓનાં મોત થયા છે.

નવા 5469 પૈકી રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1504, સુરત શહેરમાં 1087, રાજકોટ શહેરમાં 405, વડોદરા શહેરમાં 277, જામનગર શહેરમાં 189, ભાવનગર શહેરમાં 68, ગાંધીનગર શહેરમાં 45, અને જુનાગઢ શહેરમાં 42 કેસો નોંધાયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 1852 કેસો નોંધાયા છે.આજે સારવાર દરમિયાન રાજ્યમાં 2976 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 3,15,127 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 19, સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 5, બનાસકાંઠામાં 2, સુરત જિલ્લામાં 2, અમદાવાદ જિ.માં 1, ગાંધીનગર શહેરમાં 1 અને જામનગરમાં 1 દર્દી કોરોના સામેના જંગમાં દમ તોડયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4800 દર્દીઓનાં મોત થયા છે.

કોરોના સામે રસીકરણ
રાજ્યમાં અત્યાર સુધીમાં 80, 55, 986 વ્યકિત્તઓના પ્રથમ ડોઝનું અને 10,67,733 વ્યકિત્તઓને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે.આમ કુલ 91,23,719 વ્યકિત્તઓને ડોઝ અપાયા છે. આજે 45થી 60 વર્ષના લોકો માટે 1,78,151 લોકોને પ્રથમ ડોઝનું અને 34,452 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરાયુ છે. રાજ્યમાં દર્દીઓનો રીકવરી રેટ 90.69 ટકા રહ્યો છે.

Most Popular

To Top