Gujarat

કચ્છના જખૌના સાગરકાંઠેથી BSFને 10 પેકેટ્સ અફધાની ચરસ મળી આવ્યું

ગાંધીનગર: કચ્છ (Kutch) સહિતના સાગરકાંઠે ડ્રગ્સની (Drugs) દાણચોરી અટકાવવા માટે ઘડાયેલા એકશન પ્લાન (Action Palne) મુજબ, સધન દરિયાઈ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યારે આજે કચ્છના જખૌના સાગરકાંઠે લુણા બેટ પાસેથી 10 જેટલા ચરસના પેકેટ્સ મળી આવતા તે જપ્ત કરાયા છે.

બીએસએફ દ્વારા દરિયાઈ સીમા પર સધન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, જેના પગલે આ ચરસના પેકેટ બિનવારસી હાલતમાં સાગરકાંઠે પડેલા મળી આવ્યા હતા. આ પેકેટ પર અફધાન પ્રોડકટ લખવામાં આવેલુ છે. દરિયાઈ લહેરની સાથે પાકિસ્તાન તરફથી આ ચરસના પેકટ ભારતીય જળ સીમાની અંદર તણાઈ આવ્યા હોવાનું બીએસએફના અધિકારીઓનું માનવુ છે. જખૌ તથા કચ્છના ક્રીક વિસ્તારમાં સાગરકાંઠેથી મે 2020થી અત્યાર સુધીમાં 1548 જેટલા ચરસ સહિત ડ્રગ્સના પેકેટ્સ મળી આવ્યા છે.

Most Popular

To Top