Entertainment

“બ્રાહ્મણ” શબ્દને લઈ સિંગર લકી અલી વિવાદોમાં ઘેરાયા

મુંબઈ: 64 વર્ષના સિંગર (Singer) લકી અલીની ફેન ફોલોઈંગ ખૂબ સારી છે. તેઓ ભલે સિંગિંગ ઈન્ડસ્ટ્રીથી છેલ્લાં થોડાં સમયથી દૂર છે પણ તેઓ સોશિયલ મીડિયામાં (Social Media) એકટિવ રહે છે. ત્યારે હવે તેઓએ રવિવારના રોજ એક પોસ્ટ (Post) શેર કરી હતી જેના કારણે તેઓ આજે વિવાદમાં ધેરાયા હતા. તેઓની એક પોસ્ટે તેઓના ફેન્સને ગુસ્સો અપાવ્યો હતો જો કે તેઓએ આ પછી માફી પણ માગી લીધી હતી. લકી અલી આમ તો ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત મૂકતા હોય તેવી જાણ મળી છે. ત્યારે હવે તેઓએ રવિવારે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ બ્રાહ્મણ શબ્દને લઈને વાત કરી હતી. જેના કારણે ખૂબ હંગામો થયો હતો. અને અંતે સિંગરે તેમના ફેન્સને માફી માગવી પડી હતી.

લકી અલીએ રવિવારે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે બ્રહ્મણ શબ્દને લઈને વાત કરી હતી તેણે લખ્યું હતું કે બ્રહ્મણ શબ્દ બ્રહ્માથી આવ્યો છે. જો કે આ શબ્દ અબ્રામાથી આવ્યો છે. અબ્રાહિમ શબ્દ ઈબ્રાહિમથી આવે છે. બ્રાહ્મણ એક વંશ છે ઈબ્રાહિમ, અલૈહિસ્સલામ નેશનના પિતા છે. તો પછી બધા લોકો શા માટે લડી રહ્યાં છે? આ પોસ્ટ વાંચયા પછી ધણાં લોકોએ નારાજગી વ્યકત કરી હતી. વિવાદ વધતાની સાથે જ સિંગરે આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી. આ પછી તેઓએ તેમના ફેન્સને માફી પણ માગી હતી. તેઓએ લખ્યું મારું મકસદ સમાજના લોકોને એકસાથે લાવવાનો હતો તેઓને ગુસ્સો અપાવો કે તેઓના દિલને દુભાવવાનો ન હતો. મને મારી પોસ્ટ શેર કર્યા પછી મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. આ પોસ્ટ શેર કરવા બદલ મને અફસોસ છે અને હું તમને સૌને ખૂબ પ્રેમ કરું છું.

લકી અલીએ હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ‘સુનો’ આલ્બમથી ડેબ્યૂ કર્યું હતું. તે ‘એક પલ કા જીના’, ‘તુમ જાનો ના હમ’, ‘અભી જા આ ભી જા’, ‘અંજાના અંજાની’ જેવા ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. લકી અલીના ગીતો હિન્દી સિનેમાના એવરગ્રીન સોંગ્સમાં સામેલ છે. પોતાના અવાજથી જાદુ ચલાવનાર લકી અલી લાંબા સમયથી શોબિઝથી દૂર છે. જો કે, તેઓ ભારત અને વિદેશમાં પોતાનું પ્રદર્શન આપી રહ્યાં છે.

Most Popular

To Top