Dakshin Gujarat

બારડોલીમાં બે મહિલાઓએ એવું તો શું કર્યું કે લોકોએ જાહેરમાં મેથીપાક આપ્યો

બારડોલી: (Bardoli) બારડોલીની બેન્ક ઓફ બરોડાના (Bank Of Baroda) એટીએમ (ATM) પાસે એક યુવતી પાસે રોકડા રૂપિયા ઝૂટવી લઈ ભાગી રહેલી બે મહિલાઓને લોકોએ પકડીને ભર ઉનાળામાં મેથીપાક ચખાડ્યો હતો. બંને મહિલાઓને પોલીસને (Police) હવાલે કરવામાં આવતા પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • બારડોલીમાં યુવતીના હાથમાંથી રૂપિયા ઝૂટવીને ભાગતી બે મહિલાઓને લોકોએ મેથીપાક આપી પોલીસ હવાલે કરી
  • બેન્ક ઑફ બરોડાની શાખાની બહાર એટીએમમાંથી એક યુવતીએ રોકડા રૂપિયા ઉપાડ્યા હતા

બારડોલીના સ્ટેશન રોડ પર આવેલી બેન્ક ઑફ બરોડાની શાખાની બહાર એટીએમમાંથી એક યુવતીએ રોકડા રૂપિયા ઉપાડ્યા હતા. આ દરમ્યાન બે અજાણી મહિલાઓ તેના હાથમાંથી પૈસા ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીના પિતાએ બૂમાબૂમ કરી પીછો કરતાં સ્થાનિક લોકોએ બંને મહિલાને જલારામ મંદિર નજીકથી પકડી લીધી હતી. કેટલાક લોકોએ મહિલાઓને મેથીપાક આપી દોરી વડે બાંધવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર આવી જતાં બંને પોલીસ હવાલે કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં બંનેએ પોતાના નામ જુલી બાદલ સીસોદિયા અને નીલમ સચિન સીસોદિયા (બંને રહે સુરત, મૂળ રહે મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યુ હતું. હાલ પોલીસે બંનેની અટક કરી આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પલસાણાન લાખણપોર ગામે વરલી મટકાનો જુગાર ૨મતા 12 ઇસમો ઝડપાયા
પલસાણા: પલસાણા તાલુકાના લાખણપોર ગામે વરલી મટકાનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતા ૧૨ જુગારીઓને જડપી પાડી ૭૧૦૬૦ રૂપીયાનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમનો વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી માહીતી અનુસાર પલસાણા પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના લાખણપોર ગામે હળપતિ વાસ ડેરી ફળીયા પાસે આવેલ મકાનો નજીક લાખણપોરથી સીસોદરા રોડ પર જાહે૨માં ગેર કાયદેસર રીતે વરલી માટકાનો જુગાર રમી રહ્યા છે. જે આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતા કાંતુભાઇ બુધીયાભાઇ હળપતિ રહે પારડી મંદીર ફળીયુ તા.બારડોલી, કુંદનભાઇ કાંતુભાઇ હળપતિ રહે સરભોણ મંદીર ફળીયુ, નવનીત ચીમન પટેલ, પ્રવીણ જેસંગભાઇ વસાવા રહે સોપા ગુરૂકુલ ગૈ શાળા નવસારી, રતીલાલ સોમા વળી ૨હે મહારાષ્ટ્ર, બુધાભાઇ મંજીભાઇ નાયકા રહે પેરા તા નવસારી, મનોજ ઉમેશભાઇ નાયકા રહે નવગાડાની ચાલ તા,જી નવસારી, ગણેશ રાજુ નાયકા રહે દાદરી ફળીયુ તા,હાંસોટ, કાગડા હોનીયા વડોવી રહે સરાઇ તા,જી નવસારી, અહમદ ઇબ્રાહીમ મધી રહે સિમલક તા.ચોર્યાસી, સંજય બચુભાઇ રાઠોડ રહે વેસ્મા તથા રાજેશ સોમાભાઇ હળપતિ રહે નોગા આંબલી ફળીયુ તા,બારડોલી નાઓને પોલીસે ૭૧૦૬૦ રૂપીયાના મુદ્દામાલ સાથે જડપી પાડી પોલીસ રેઇડ દરમ્યાન ભાગી છુટેલ સંજય મીઠાલાલ ખટીક રહે ગંગાધરા જેઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથધરી છે.

Most Popular

To Top