Entertainment

KRKના પુત્ર ફૈઝલ કમાલનો ચોંકાવનારો દાવો, કહ્યું- તેઓ મારા પિતાને મારી નાંખશે

અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમાલખાન ઉર્ફે કેઆરકે (KRK)ના પુત્રએ તેના પિતાની સુરક્ષા વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેઓ મુંબઈમાં તેના પિતાની હત્યા કરી શકે છે. KRK ના ટ્વિટર હેન્ડલ પરથી કેઆરકેના પુત્ર ફૈઝલ કમાલે (Faizal Kamal) 8 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્વિટ કર્યું છે. તેણે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, અભિનેતા અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખને પણ મદદ માટે અપીલ કરી છે. ફૈઝલ ​​કમાલ ખાને ટ્વિટર પર કહ્યું કે હું કેઆરકેનો દીકરો ફૈઝલ કમાલ છું. કેટલાક લોકો તેના પિતાને મુંબઈમાં મારવા માટે ટોર્ચર (Torture) કરી રહ્યા છે.

  • અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમાલખાન ઉર્ફે કેઆરકે (KRK)ના પુત્રએ તેના પિતાની સુરક્ષા વિશે ચોંકાવનારો દાવો કર્યો
  • ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, અભિનેતા અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખને મદદ માટે અપીલ કરી
  • કેઆરકેના પુત્રએ કહ્યું કે મારા પિતાના હાલ સુશાંત જેવા થશે

પોતાને અભિનેતા અને ફિલ્મ સમીક્ષક ગણાવતા કમાલ રાશિદ ખાન ઉર્ફે KRKની મુંબઈ પોલીસે થોડા દિવસો પહેલા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. તેમની સામે બે કેસ નોંધાયેલા છે. 2019માં એક મહિલાની છેડતી માટે અને બીજી વિવાદાસ્પદ ટ્વીટ માટે ગુનાઓ નોંધાયા છે. બધા જાણે છે કે કેઆરકે મોટાભાગે ટ્વિટર પર મોટા સ્ટાર્સ અને મેકર્સ માટે ટ્વિટ કરે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત તેમની સેલેબ્સ સાથે દલીલો થાય છે. તેઓ ઘણીવાર કેટલાક મુદ્દાઓને લઈને વિવાદોમાં રહ્યા છે.

કેઆરકેના પુત્રએ કહ્યું કે મારા પિતાના હાલ સુશાંત જેવા થશે
ફૈઝલ ​​કમાલ ખાને વધુમાં કહ્યું કે હું માત્ર 23 વર્ષનો છું અને લંડનમાં રહું છું. મને ખબર નથી કે મારા પિતાને કેવી રીતે મદદ કરવી. હું અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ અને દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા પિતાનો જીવ બચાવો. હું અને મારી બહેન પણ તેમના વિના મરી જઈશું. કારણ કે તેમનું જીવન અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે. હું દેશના લોકોને પણ મારા પિતાના સ્વાસ્થ્ય માટે સહયોગ આપવા વિનંતી કરું છું. અમે નથી ઈચ્છતા કે તે સુશાંત સિંહ રાજપૂતની જેમ તેઓ મૃત્યુ પામે.

KRK પર વિવાદાસ્પદ ટ્વિટ કેસ
તમને જણાવી દઈએ કે 30 ઓગસ્ટ 2022ના રોજ મલાડ પોલીસે KRKની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી તેના વિવાદાસ્પદ ટ્વીટ્સને કારણે થઈ છે. મલાડ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી તેમની અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. તેમની સામે આ કેસ 2020માં યુવા સેનાના સભ્ય રાહુલ કણાલે નોંધ્યો હતો. આ સિવાય કમાલ રાશિદ ખાન પર ઋષિ કપૂર, ઈરફાન ખાનથી લઈને ઘણા સ્ટાર્સ વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ કરવાનો પણ આરોપ છે. વર્ષ 2019માં એક ફિટનેસ ટ્રેનરે કમાલ આર ખાન વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ કહ્યું કે કેઆરકેએ જબરદસ્તીથી તેમનો હાથ પકડ્યો હતો અને તેને સેક્સ્યુઅલ ફેવર માટે કહ્યું હતું.

Most Popular

To Top