Dakshin Gujarat

કુરેલ ગામના તરૂણનું બ્લોકના રસ્તા પર ચાલતા પડી જતા મોત

નવસારી : (Navasari) કુરેલ ગામના (Kurel Village) તરૂણનું બ્લોકના (Block) રસ્તા (Road) પર ચાલતા પડી જતા મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના કુરેલ ગામે નદી ફળીયામાં સતીષ સંજયભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 6ઠ્ઠીએ સતીષ તેમના ઘર પાસે આવેલા સિમેન્ટ-કોંક્રીટના બ્લોકવાળા રસ્તા ઉપર ચાલતો જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સતીષ પડી જતા બેભાન થઇ ગયો હતો. જેથી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અર્થે સુપા ગામ પી.એચ.સી. ખાતે ખસેડ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો.

દમણમાં 2 કલાકમાં 2.5 વરસાદ, વૃક્ષ પર વીજળી પડી
દમણ : સંઘ પ્રદેશ દમણમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે બપોરના જ સુમારે અચાનક અંધારું છવાયા બાદ ધૂળની ડમરીઓ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસતા સાર્વત્રિક ઠંડક પ્રસરી જવા પામી હતી. સંઘ પ્રદેશ દમણ સેલવાસ તથા વલસાડ જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાત તથા આસપાસના વિસ્તારોમાં 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરુવારના રોજ બપોરે 3 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો

ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં પ્રદેશના રસ્તાઓ પાણીથી તરબોળ
ભર બપોરે કાળા ડીબાંગ વાદળોને લઈ રાત્રી જેવું અંધારું છવાય જતા રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડ લાઇટ ચાલુ કરવાની નોબત આવી હતી. ત્યારે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધૂળની ઊડતી ડમરીઓ વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં પ્રદેશના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ જવા પામ્યા હતા. અડધો કલાકથી પણ વધુ સમય સુધી સતત વરસેલા વરસાદને પગલે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારાને લઈ હેરાન પરેશાન થઈ ઉઠેલા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દમણમાં બપોરે 3 થી 5 કલાક દરમ્યાન જ 2.48 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે. દમણમાં વૃક્ષ પર વીજળી પડી હતી.
ઉમરગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા
ઉમરગામ : ઉમરગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને રાહત થઈ હતી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે ગુરુવારે બપોરેના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. કલાક સુધી જોરદાર વરસાદ પડતા ઠેર ઠેર રસ્તાઓ પર નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં પણ ઠંડક પસરી જવા પામી હતી.

Most Popular

To Top