Dakshin Gujarat

વલસાડ પાલિકા ઢોર પકડવા ગઇ અને મુશ્કેલીમાં મુકાઇ

વલસાડ : વલસાડ (Valsad) કલેક્ટર કચેરી (Collector Office) બહાર ઢોરના જમાવડાના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા બાદ પાલિકા ( Palika )એક્શન મોડમાં આવી હતી, પરંતુ જેટલા જોશથી પાલિકા ઢોર પકડવા દોડી એટલા જ જોરથી તેમને ઝટકો લાગ્યો હતો. તેમનું ઢોર પકડવાનું પાંજરૂજ (Cage) અધ વચ્ચે તૂટી ગયું હતુ. જેના કારણે તેમાં સવાર પાલિકાના બે કર્મચારીઓ (Employess) ઘાયલ થઇ ગયા હતા. જે પૈકી એકને વધુ ઇજા થતાં તેને સારવાર અર્થે લોટસ હોસ્પિટલમાં (Lotas Hospital) દાખલ કરવો પડ્યો હતો.વલસાડ શહેરમાં ઢોરોના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં કલેક્ટર કચેરી બહાર જ ઢોરના જમાવડાના આહેવાલ મીડિયામાં પ્રકાશિત થતા જિલ્લા કલેક્ટરે પાલિકાને ઢોર પકડવા પાછું સૂચન કર્યું હતુ.
હાલર વિસ્તારમાં ટ્રેલર તૂટી પડ્યું હતુ
પાલિકાની એક ટીમ આજરોજ ઢોર પકડવા પહોંચી હતી. તેમની ટીમના 8 કર્મચારીઓએ હાલર વિસ્તારમાંથી ઢોર પકડી ટ્રેક્ટર સાથે જોડેલા ટ્રેલરમાં ચઢાવી દીધા હતા, પરંતુ આ ઢોરને પાંજરાપોળ સુધી લઇ જાય એ પહેલાં જ હાલર વિસ્તારમાં ટ્રેલર તૂટી પડ્યું હતુ. જેના કારણે બે કર્મચારીઓને ઇજા પહોંચી હતી. આ ટ્રેલર તૂટી જતાં ટ્રેક્ટર રસ્તા વચ્ચે અટકી ગયું હતુ અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ ઘટના બાદ ઘાયલ કર્મચારીને હોસ્પિટલમાં પહોંચાડાયા હતા. જ્યારે ઢોરોને ટ્રેક્ટરમાં ચઢાવી પાંજરાપોળમાં મોકલાયા હતા.
ગણદેવી તાલુકામાં રખડતા પશુઓ પર નિયંત્રણ લાવો
બીલીમોરા : ગણદેવી તાલુકામાં રખડતાં ઢોરોએ માઝા મૂકી છે. અકસ્માત નોતરતા અને નુકશાન નોતરતા આ રખડતા ઢોરોને લઈ નાગરિકો હેરાન પરેશાન છે. ત્યારે ગણદેવી તાલુકાના બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ગામના સરપંચો, તાલુકા જિલ્લા પંચાયત સભ્યો અને અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવા વિનંતી કરી હતી.
ઢોરો ખેતીના પાકને પણ ભારે નુકશાન પહોંચાડે છે
ગણદેવી તાલુકામાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. માલિકો છોડી મુકાતા ઢોરોને કારણે નગરજનો ભારે ત્રાસ સહન કરી રહ્યા છે. ઢોરોના કારણે ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને ઢોરો ખેતીના પાકને પણ ભારે નુકશાન પહોંચાડે છે. કેટલાય વર્ષોથી આ પ્રશ્ન ખુબ ચર્ચાયો છે. આ બાબતે ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામના સરપંચો, તાલુકા જિલ્લા પંચાયત સભ્યો અને અગ્રણીઓએ નવસારી જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનું તુરંત નિકાલ કરવા વિનંતી કરી છે. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે વાઘરેચ, ગોંયદી ભાઠલા, ખાપરવાડા, વણગામ, બીગરી, ધોલાઈ વિસ્તારમાં આશરે 7 થી 10 હજાર રખડતા ઢોરો હાલમાં બિનવારસી રખડે છે.
જરૂર જણાય તો હુકમ કરી આપવા માટે આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી
અડિંગો જમાવી બેસી રહેતા વારંવાર અકસ્માત નોતરે છે. તેમજ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે. ઉપરાંત ખેડૂતો ખેતી નહીં કરી શકતા હોવાથી ઘણી મુશ્કેલીઓ ભોગવી રહે છે. હાલ સરકારની ચાલી રહેલી આ ઝુંબેશમાં રખડતા ઢોરોનો નિકાલ કરવામાં કાયદાકીય રીતે જે કોઈ પ્રક્રિયા અનુસરવાની હોય તે પ્રક્રિયામાં યોગ્ય સહયોગ કરવા અને જરૂર જણાય તો હુકમ કરી આપવા માટે આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી છે.

Most Popular

To Top