Entertainment

‘કોઇ મિલ ગયા’ ફિલ્મના એક્ટર મિથિલેશ ચતુર્વેદીનું નિધન, આ હતી બીમારી

મુંબઈ: ફિલ્મ (Film) અને ટીવીના (TV) જાણીતા એક્ટર (Actor) મિથિલેશ ચતુર્વેદીનું (Mithilesh Chaturvedi) આજે સવારે નિધન થઇ ગયું છે. માધ્યમોના કહેવા પ્રમાણે 3 ઓગસ્ટે સાંજે સાત વાગ્યે તેમણે લખનૌમાં (Lucknow) અંતિમ શ્વાસ લીધા હતાં. થોડા દિવસ પહેલા જ તેઓ મુંબઇથી (Mumbai) તેમના વતન લખનૌ ખાતે શિફ્ટ થઇ ગયા હતાં. જેથી તેઓ તેમની સારસંભાળ લઇ શકે. તેઓ નાના પડદા અને મોટા પડદા બંનેમાં ભૂમિકા ભજવતા હતાં. તેમનો રોલ ભલે નાનો રહેતો હતો પરંતુ દર્શકોનું ધ્યાન ખેંચે તે પ્રકારનો રહેતો હતો. તેમણે બોલિવુડમાં 1997માં ડેબ્યુ કર્યું હતું અને તેમની પહેલી હિન્દી ફિલ્મ ભાઇ ભાઇ હતી. ત્યાર પછી તો તેમણે સંખ્યાબંધ ફિલ્મોમાં જુદી જુદી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમની પાસે હાલમાં વધારે કામ ન હતું તેમજ તેમની તબિયત પણ સારી નહીં રહેતી હોવાથી તેઓ ઉત્તર પ્રદેશ ખાતે તાજેતરમાં જ શિફ્ટ થયા હતાં. તેમની વિદાયથી તેમના મિત્રો અને ચાહકોએ દુ:ખની લાગણી અનુભવી છે.

આ બીમારીથી પીડાતા હતાં
જાણવા મળતી માહિતી પ્રમાણે તેમને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાર પછી તેઓ હ્રદય સંબધીત બીમારીથી સતત પીડાતા હતા. કોઇ મીલ ગયા ફિલ્મમાં તેમની ભૂમિકા ખૂબ જ વખાણામાં આવી હતી. તેમને આ ફિલ્મ મળી તે કિસ્સો પણ ખૂબ જ રસપ્રદ છે. જ્યારે રાકેશ રોશન તેમની આ ફિલ્મ ઉપર કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે ફિઝા ફિલ્મ નીહાળી હતી. આ ફિલ્મમાં એક સીન હતો જેમાં કરિશ્મા કપૂર મિથિલેશના ચહેરા ઉપર પાણી ફેંકે છે. આ સીન જોઇને રાકેશ રોશન ખૂબ જ ખુશ થયા હતાં. અને તેમને મિથિલેશ પસંદ આવી ગયા હતાં. ત્યાર બાદ તેમને રવિ ઝાકડે કહ્યું હતું કે, આ એક્ટરનું નામ મિથિલેશ છે અને તેના કારણે રાકેશ રોશને તેમને બોલાવ્યા હતા અને તેમણે ફિલ્મ સાઇન કરી હતી.

મિથિલેશ ચતુર્વેદીએ અનેક ફિલ્મમાં કર્યું છે કામ
મિથિલેશના જવાથી તેમના ચાહક વર્ગે મોટો ઝટકો તો અનુભવ્યો છે સાથે જે તેમની સાથે કામ કરનારા દિગ્ગજો પણ શોકની લાગણી અનુભવી રહ્યાં છે. મિથિલેશે 1997માં ભાઇ ભાઇ પહેલી ફિલ્મ કરી ત્યારથી જ તેમનો રોલ વખણાવવા લાગ્યો હતો. ત્યાર પછી તો તેમણે સત્તા, તાલ, ફિઝા, રોડ, કોઇ મીલ ગયા, ગાંધી માય ફાધર અને બંટી ઔર બબલી સહિત અનેક ફિલ્મમાં રોલ પ્લે કર્યો છે. આમતો તેમણે 2020માં આવેલી વેબ સિરિઝ સ્કેમમાં પણ ભૂમિકા ભજવી છે. હાલમાં તેમની પાસે વધારે કામ નહીં હતું અને તેઓ ફક્ત એક ફિલ્મ બાંછડા ઉપર કામ કરી રહ્યાં હતાં. જો કે, તેઓ રંગમંચ ઉપર ખૂબ જ સક્રિય હતાં. તેમણે પ્રેમ તિવારી, બંસી કૌલ, દીનાનાથ, ઉર્મિલ થપલિયાલ અને અનુપમ ખેર દ્વારા દિગ્દર્શીત નાટકોમાં પણ કામ કર્યું છે. જો કે તેમની તબિયત સારી નહીં રહેતા તેમણે મુંબઇ છોડવાનું પસંદ કર્યું હતું અને તેમણે તેમના મૂળ વતનમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં.

Most Popular

To Top