National

સુપ્રીમ કોર્ટની ભલામણ છતાં, કર્ણાટક સરકારે કેરળના દર્દીઓને સરહદ પર રોકયા

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ -19 રોગચાળાને પગલે દૂર કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે 3 એપ્રિલે બે પડોશી રાજ્યો કર્ણાટક અને કેરળને એવી પદ્ધતિ ઘડવા કહ્યું હતું કે જેના દ્વારા કેરળના દર્દીઓને તબીબી સંભાળ, આવશ્યક ખોરાક અને દવાઓનો પ્રવાહ કર્ણાટકના અધિકારીઓ દ્વારા અવરોધિત ન થાય.
કેરળ રાજ્યએ સોમવારે સુપ્રીમ કોર્ટને પૂછયુ કે કેવી રીતે કર્ણાટકના મુખ્ય પ્રધાન આવા સમયે અચાનક નાકાબંધીના કડક નિયમો લાદી શકે? તેણે કોર્ટને માહિતી આપી કે જસ્ટિસ એલ. નાગેશ્વરા રાવની આગેવાનીવાળી બેંચ 7 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મુદ્દે સુનાવણી કરવાના છે, પણ વિડીયો કોન્ફરન્સનો સમય જણાવવાની ગૃહ મંત્રાલયે આપેલી વિનંતીનો હજી સુધી કણૉટકે કેરળને કોઈ જવાબ આપ્યો નથી. કેરળે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બીજા જ દિવસે મિન્સ્ટ્રી ઑફ સ્ટેટ અફેસૅ (એમએચએ)ને આ બાબતની તાકીદને ધ્યાનમાં રાખીને પત્ર લખ્યો હતો.
આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમના આદેશ અનુસાર દેશભરમાં આવશ્યક સેવાઓ અને સંભાળમાં કોઈ ભેદભાવ ન થવો જોઈએ, કેરળે કહ્યું કે આ નાકાબંધીથી રાજ્યના લોકોના જીવનના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે.
સરહદી માર્ગો પર કેરળથી કણૉટક જનારી એમ્બ્યુલન્સ અવરોધિત હોવાને કારણે આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. એમ્બ્યુલન્સમાં એક સ્ત્રીને જન્મ આપવો પડ્યો. કેરળનો કાસરગોડ જિલ્લો, જે સરહદની સાથે જોડાયેલો છે, કાર્ડિયાક અને નેફ્રોલોજીના ઉપચાર માટે, સરહદની આજુબાજુ, મંગલુરુ અને સુલ્યાની હોસ્પિટલો પર ખૂબ જ આધાર રાખે છે. દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી જરૂરી હતી અને આ દર્દીઓનો ઇતિહાસ આ હોસ્પિટલોમાં છે.
કહેવામાં આવ્યું છે કે આ હોસ્પિટલોના ડોકટરો આ દર્દીઓની સારવાર માટે તૈયાર છે. છતા કર્ણાટક સરકાર કેરળના દદૅીઓને સારવાર માટે પોતાની સરહદી હૉસ્પિટલોમાં અવવા દેવાનો ઇન્કાર કરે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top