National

કર્ણાટકનો એક વ્યક્તિ રોજ મિક્સી અને મસાલા લઈને વિજળી વિભાગની ઓફિસે પહોંચી જાય છે

કર્ણાટક: કર્ણાટકમાંથી (Karnatak) એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આકરી ગરમીમાં (Heat) વીજળી ગુલ થવાની સૌથી ખરાબ હોય છે. તેના કરતાં પણ ખરાબ છે કે કલાકો સુધી ગરમીમાં બેસીને લાઈટ (Light) આવવાની રાહ જોવી. પણ લાઈટ ન આવે ત્યારે અમુક જુગાડ તો કરવા જ પડે છે. કેટલાક લોકો વિજળી વિભાગની ઓફિસે (Office) પહોંચીને ફરિયાદ (Complaint) કરે છે તો કેટલાક સોશિયલ મીડિયા (Social Media) પર આ મામલાને વાયરલ કરે છે.

કર્ણાટકમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે ‘વીજળી વિભાગ’ લોકોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં નિષ્ફળ ગયો, ત્યારે એક વ્યક્તિ મિક્સી અને મસાલા લઈને વિજળી વિભાગની ઓફિસે પહોંચ્યો. આ પછી વ્યક્તિએ ઓફિસના સોકેટ સાથે મિક્સરનો વાયર જોડ્યો અને મસાલો પીસવા લાગ્યો. આ વ્યક્તિનું નામ એમ હનુમંતપ્પા છે, જે શિવમોગ્ગા જિલ્લાના મંગોટે ગામના વતની છે. તે લગભગ દરરોજ મિક્સર, જાર અને કેટલાક મોબાઈલ ચાર્જર લઈને MESCOM (મેંગલોર ઈલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ)ની ઑફિસમાં જાય છે. ઓફિસમાં મસાલા પીસવા માટે તે મિક્સરનો ઉપયોગ કરે છે અને બધા મોબાઈલ ફોન ચાર્જ કરે છે.

વીજળીને લગતા તમામ કામ અજવાળાના સમયમાં અને ઓફિસમાં જ થાય છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બાબતે કોઈ અધિકારીને કોઈ વાંધો નથી. આ બધું 10 મહિના પહેલા શરૂ થયું જ્યારે હનુમંતપ્પાએ તેમના ઘરમાં યોગ્ય વીજળી ન મળવાની ફરિયાદ નોંધાવી. તેમના પરિવારને દિવસમાં માત્ર 3-4 કલાક જ વીજળી મળે છે. મહિનાઓ સુધી ભાગદોડ અને ઝઘડા પછી પણ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. આ બધાથી કંટાળીને હનુમંતપ્પાએ મેસ્કોમના એક વરિષ્ઠ અધિકારીને ફોન કર્યો અને જણાવ્યું કે કેવી રીતે તેઓ વીજળીના અભાવને કારણે રોજિંદા કાર્યો પણ કરી શકતા નથી. આના પર અધિકારીએ ગુસ્સામાં હનુમંતપ્પાને કહ્યું કે તે મેસ્કોમ ઓફિસમાં આ કરી શકે છે! હનુમંતપ્પા અધિકારીની વાતને ગંભીરતાથી લઈ અને તેમની સલાહ મુજબ દરરોજ મેસ્કોમ ઓફિસમાં તેમનું કામ કરવા પહોંચી જાય છે.

મળતી માહિતી મુજબ મેસ્કોમના એક જુનિયર અધિકારીએ જણાવ્યું કે વરસાદના કારણે IP સેટ ચાર્જ થઈ શક્યા નથી. જો કે, તેમણે વચન આપ્યું હતું કે એક મહિનામાં વીજળીનો યોગ્ય પૂરવઠો લોકોને મળતો થઈ જશે.

Most Popular

To Top